સૂત્રોમાંથી જાણવા મળ્યાં મુજબ, બીએસએનએલની કચેરીના ગેસ્ટહાઉસમાં ગોરખધંધા ચાલતા હોવાની આઈબીને માહિતી મળી હતી. જેથી આઈબીએ આ અંગે રાજકોટ પોલીસને માહિતગાર કરતાં પ્રદ્યુમનનગર પોલીસને તપાસનો આદેશ કરાયો હતો. તપાસમાં સરકારી કચેરીના ગેસ્ટહાઉસમાં કૂટણખાનું ચાલતું હોવાની વિગતો સાંપડતા પોલીસે દરોડો પાડ્યો હતો.
2/6
તેઓ પ્રેમી યુગલને ગેસ્ટહાઉસમાં રૂપિયા 200થી 500માં રૂમ આપી સુવિધા પૂરી પાડતા હતા. તેમજ મોજ-મજા કરવા આવતા યુવાનો માટે યુવતીઓ પણ ઉપલબ્ધ કરાવામાં આવતી હતી. તેઓ ગ્રાહક પાસેથી રૂપિયા 1000 લેતાં હતા.
3/6
દરોડા સમયે પોલીસને પાંચ યુવતી પણ મળી આવી હતી. તેમજ ગેસ્ટહાઉસના રૂમમાંથી કોન્ડોમ, દવા સહિતની સામગ્રી પણ મળી આવતા પોલીસે તે કબજે કરી હતી. બીએસએનએલના કર્મચારી એવા આરોપી હરેશની પૂછપરછ કરતાં તે છેલ્લા છ મહિનાથી પત્ની અને પુત્રની મદદથી કૂટણખાનું ચલાવતો હતો.
4/6
પોલીસના દરોડા સમયે ગેસ્ટહાઉસનું સંચાલન કરતાં કર્મચારી હરેશ ભડિયાદરા, તેની પત્ની મીના ઉર્ફે મીનાક્ષી અને પુત્ર ગૌરવ ઉપરાંત બીએસએનએલના ક્લાસ-2 અધિકારી પરાગ મહેન્દ્રભાઇ ઠાકર તેમજ રંગરેલિયા મનાવવા આવેલા સંજય સવાણી સહિત પાંચ શખ્સને પકડી પાડ્યા હતા.
5/6
પોલીસે જણાવ્યું હતું કે, પ્રેમી યુગલને રૂમની અને એકલા આવનાર યુવાનને યુવતીની સુવિધા પૂરી પડાતી હતી. છેલ્લા છ મહિનાથી ગોરખધંધા ચાલતા હતા. બીએસએનએલની ઓફિસના ગેસ્ટહાઉસમાં ગોરખધંધો ચાલતો હતો તેની આઈબીને બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ પાડી હતી.
6/6
રાજકોટ: રાજકોટના જ્યુબિલી ગાર્ડન સામે આવેલી બીએસએનએલ ઓફિસના ગેસ્ટહાઉસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે ગેસ્ટહાઉસનું સંચાલન કરનાર કર્મચારી તેની પત્ની, પુત્ર તેમજ બીએસએનએલના ક્લાસ-2 અધિકારી ગોરખધંધા ચલાવતા હોવાનો પર્દાફાશ થયો હતો. પ્રદ્યુમનનગર પોલીસે મોજ કરવા આવેલા એક યુવાન સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.