શોધખોળ કરો
રાજીનામાં અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું, જાણો વિગત
1/6

આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારાથી ભૂલ થઇ ગઇ છે કે રાજીનામું આપી મારે સામે આવવું જોઇએ પરંતુ મારા વ્યક્તિગત વ્યસ્તતાને કારણે હું સામે ન આવી શક્યો તે અમે સ્વીકારીએ છીએ. મારા રાજીનામાં પાછળ કોઇ વ્યક્તિનો હાથ નથી.
2/6

ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે રાજીનામું આપ્યાની વાત બહાર આવતાં જ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો હતો. પાટીદાર નેતા હાર્દિકે આ અંગે ખોડલધામમાં રાજકારણ ચાલતું હોવાનો સીધો આક્ષેપ મૂકી તેના કારણે નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાનું નિવેદન કર્યું હતું. ગજેરા અને નરેશ પટેલ વચ્ચે વિખવાદ ચાલતો હોવાની વાતો પણ બહાર આવી હતી. જોકે, આજે આ તમામ અટકળો પર નરેશ પટેલે પોતે જ પૂર્ણવિરામ મૂકી દીધું છે.
Published at : 06 Apr 2018 12:47 PM (IST)
View More





















