શોધખોળ કરો
રાજકોટઃ 15 દિવસ પછી દીકરીના લગ્ન, બેંકે પૈસા બદલાવી ન આપતાં પિતાએ કર્યો આપઘાત
1/5

ત્રિભોવનભાઈની બીજી દીકરી આરતીના આગામી 9 ડિસેમ્બરના રોજ લગ્ન હોય, સુરેન્દ્રનગરથી જાન આવવાની હતી. અત્યારે લગ્નની કંકોત્રી પણ છપાઇ ગઈ છે. એટલું જ નહીં, આવતા રવિવારે લગ્ન પણ લખવાના હતા. જોકે, ત્રિભોવનભાઈએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટ્યું છે.
2/5

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટના આજી વસાહત સ્થિત ખોડિયારનગર-2માં રહેતા ત્રિભોવનભાઇ નાથાભાઇ સોલંકી(ઉ.વ.45)એ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, ત્રિભોવનભાઈનું ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખાતું છે. આવતા મહિને તેમની દીકરીના લગ્ન હોવાથી તેઓ અનેકવાર પૈસા બદલાવા ગયા પરંતુ તેનો વારો જ આવ્યો નહોતો, જેને કારણે પૈસા પણ મળ્યા નહોતા.
Published at : 22 Nov 2016 02:09 PM (IST)
Tags :
Man SuicideView More




















