શોધખોળ કરો
2011 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના આ ગુજરાતી ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તિ, સચિન પણ થયો હતો પ્રભાવિત, જાણો વિગત
1/6

કરિયર દરમિયાન મુનાફ પટેલ વડોદરા, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે રમ્યો. આઈપીએલમાં તેણે રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત લાયન્સનું પ્રતિનિધિત્વ કર્યું.
2/6

ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, “જે ક્રિકેટરો સાથે હું રમ્યો તે પણ નિવૃત્ત થઈ ચુક્યા છે તેથી મને કોઈ રંજ નથી. માત્ર ધોની જ રમી રહ્યો છે. બાકી બધા સક્રિય ક્રિકેટમાં નથી તેથી મને કોઈ ગમ નથી. તમામનો સમય ખતમ થઈ ચુક્યો છે. જ્યારે મારા સાથી ક્રિકેટરો રમી રહ્યા હોત અને હું નિવૃત્ત થઈ ચુક્યો હોત તો દુઃખ થાત. નિવૃત્તિનું કોઈ કારણ નથી. ઉંમર થઈ ચુકી છે, ફિટનેસ પહેલા જેવી નથી રહી. યુવા ખેલાડીઓ તેમના મોકાની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિમાં મારું રમવું ઠીક ન કહેવાય. હું 2011 વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય છું અને તેનાથી મોટી ઉપલબ્ધિ કોઈ ન હોઈ શકે.”
Published at : 10 Nov 2018 02:09 PM (IST)
View More





















