શોધખોળ કરો
Advertisement
IPL: મુંબઈને જીતવા માટે 119 રનનો લક્ષ્યાંક, સનરાઈઝર્સનો સિઝનનો સૌથી નીચો સ્કોર
મુંબઈ: હૈદરાબાદે મુંબઈને જીત માટે 119 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હૈદરાબાદ અત્યારસુધી વર્તમાન સિઝનની સૌથી મજબૂત ટીમ ગણાતી હતી અને તેના બેટ્સમેનનો સોપો પડતો હતો. પરંતુ મુંબઈના બોલર્સ અને ફિલ્ડર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ કારણે જ આજની મેચમાં હૈદરાબાદની આખી ટીમ 18.4 ઓવરમાં જ 118 રનમાં આઉટ થઈ ગઈ હતી. યૂસુફ પઠાણ 29 , કેન વિલિયમ્સન 29 રન બનાવી આઉટ થયો હતો.
હૈદરાબાદના બેટ્સમેન આજે શરૂઆતથી જ લય કેળવી શક્યા નહોતા અને ઉપરાછાપરી વિકેટો ગુમાવતા રહ્યા હતા. જ્યારે MIના બોલર્સ અને ફિલ્ડર્સે શરૂઆતથી જ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.
ત્રણ વખત IPLની ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2018માં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. ટીમ અત્યાર સુધી પાંચમાંથી ચાર મેચ હારી ચૂકી છે. મંગળવારે મુંબઈની ટક્કર શાનદાર ફોર્મમાં ચાલી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં મેજબાન મુંબઈ પોતાની ગુમાવેલી લય પાછી મેળવવા માટે પ્રયત્ન કરશે.
મુંબઈને શરૂઆતની ત્રણ મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો જ્યાર બાદ તેણે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી હતી. જોકે, રાજસ્થાન સામે રવિવારે રમાયેલી મેચમાં દબાણની સ્થિતિમાં મુંબઈએ છેલ્લા બોલે મેચ ગુમાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion