શોધખોળ કરો
ભારતના આ ક્રિકેટરે કહ્યું મારી બાયોપિક બને તો આમિર ખાન કરી શકે છે બેસ્ટ રોલ, જાણો વિગત
1/4

ધ વોલના નામે ઓળખાતા દ્રવિડે તેની બાયોપિક બને તો કોણ રોલ કરી શકે છે ? તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે આમિર ખાન જ આ માટે શ્રેષ્ઠ છે.
2/4

દ્રવિડને પૂછવામાં આવ્યું હતું કે, વર્તમાન બોલરોમાં તમને કોણ સૌથી વધારે પરેશાન કરી શકત ? જેના જવાબમાં તેણે કહ્યું કે ભુવનેશ્વર કુમાર અને કાગિસો રબાડા. આ ઉપરાંત રજા ગાળવા માટે જંગલમાં જવું તેને વધારે પસંદ હોવાનું કહ્યું હતું.
3/4

ઈન્ટરવ્યુમાં રાહુલ દ્રવિડે પસંદગીના ક્રિકેટ મેદાન તરીકે લોર્ડસ, બેટ્સમેન તરીકે સચિન તેંડુલકર પસંદ હોવાનું જણાવ્યું હતું. દ્રવિડે વેસ્ટ ઇન્ડિઝ સામે જમેકામાં રમેલી 81 રનની ઈનિંગને તેની સૌથી શ્રેષ્ઠ ઈનિંગ ગણાવી હતી.
4/4

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને હાલ ઈન્ડિયા એ તથા અંડર 19 ટીમના કોચ રાહુલ દ્રવિડ તેના અનુશાસન અને ગંભીરતા માટે જાણીતો છે. તાજેતરમાં તેણે એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
Published at : 25 Jul 2018 12:33 PM (IST)
View More
Advertisement





















