ડિવિલિયર્સે દક્ષિણ આફ્રિકા માટે અત્યાર સુધી 114 ટેસ્ટ, 228 વનડે અને 78 ટી-20 ઇન્ટરનેશનલ મેચો રમી છે. તેની 14 વર્ષની ક્રિકેટ કેરિયરમાં સાઉથ આફ્રિકાને અનેક મેચોમાં જીત અપાવી છે.
3/5
ડિવિલિયર્સએ બુધવારે કહ્યું કે, હું હવે ઇન્ટરનેશલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ આરામ કરવા માંગુ છું, હું થાકી ગયો છું, જેથી હું ક્રિકેટના બધા ફોર્મેટમાંથી રાજીનામું આપુ છું. ડિવિલિયર્સે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ અંગેનો એક વીડિયો પણ પૉસ્ટ કર્યો છે જેમાં લખ્યું- મે એક મોટો નિર્ણય લીધો છે. તેને ફેન્સનો આભાર પણ માન્યો છે.
4/5
એબી ડિવિલિયર્સે પોતાની એપમાં આ ન્યૂઝનો એક વીડિયો પૉસ્ટ કર્યો હતો જેમાં તેને દરેક ફોર્મેટમાં નિવૃતિ જાહેર કર્યાનો ઉલ્લેખ કર્યો છે. ડિવિલિયર્સની આ જાહેરાત દક્ષિણ આફ્રિકા માટે મોટો ફટકો છે, કેમકે હવે આગામી વર્ષે વર્લ્ડકપ રમાવાનો છે.
5/5
કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર અને હાલમાં ચાલી રહેલી આઇપીએલની રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરના સ્ટાર ક્રિકેટર એબી ડિવિલિયર્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. 34 વર્ષીય એબી ડિવિલિયર્સે દરેક વનડે, ટેસ્ટ અને ટી-20 એમ દરેક ફોર્મેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેને કહ્યું કે હું હવે થાકી ગયો છું.