શોધખોળ કરો
Advertisement
નિવૃત્તિ બાદ આ ખેલાડીએ વર્લ્ડકપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી, બોર્ડે આપ્યો આવો જવાબ
ઈએસપીએનના અહેવાલ અનુસાર તેમણે આ રજૂઆત મેમાં કરી હતી.
નવી દિલ્હીઃ એબી ડીવિલિયર્સ સાઉથ આફ્રીકાના સૌથી દિગ્ગજ ખેલાડીમાંથી એક છે. હવે તેને લઈને એક મોટો ખુલાસો થયો છે. વર્લ્ડકપની શરૂાત પહેલા ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલ એબીએ ફરી રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે વર્લ્ડકપ માટે ટીમની જાહેરાતના એક દિવસ પહેલા બોર્ડે તેની આ માગને ફગાવી દીધી હતી.
ઈએસપીએનના અહેવાલ અનુસાર તેમણે આ રજૂઆત મેમાં કરી હતી. તેના 24 કલાક પહેલા દક્ષિણ આફ્રિકાના સિલેક્ટર્સે વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.
કહેવાય છે કે, ડિવિલિયર્સે દક્ષીણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, મુખ્ય કોટ ઓટિસ ગિબ્સન અને સિલેક્ટર્સના સંયોજક લિંડા જોંડીનો સંપર્ક કર્યો હતો, તેમણે પોતાની નિવૃત્તિ રદ્દ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે હવે એ શક્ય નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement