શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ ક્રિકેટર પર લાગ્યો એક વર્ષનો પ્રતિબંધ, વર્લ્ડકપ દરમિયાન હૉટલમાં કરી હતી એક મહિલાની છેડતી, જાણો વિગતે
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની અનુશાસનાત્મક કમિટીએ આફતાબ આલમ પર આઇસીસીની આચાર સંહિતાના ઉલ્લંઘનનો હવાલો આપીને એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે
નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપમાંથી ખરાબ પ્રદર્શન બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાયેલી ટીમ આફઘાનિસ્તાનમાં વધુ એક સંકટમાં ઘેરાઇ છે. આફઘાન ક્રિકેટ બોર્ડે ફાસ્ટ બૉલર આફતાબ આલમ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની અનુશાસનાત્મક કમિટીએ આફતાબ આલમ પર આઇસીસીની આચાર સંહિતાના ઉલ્લંઘનનો હવાલો આપીને એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આફતાબ આલમ એક વર્ષ સુધી કોઇપણ પ્રકારની આંતરરાષ્ટ્રીય કે ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ નહીં રમી શકે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપમાં વચ્ચેથી જ 27 જૂને જ અચાનક જ આફતાબ આલમને આફઘાનિસ્તાનની ટીમમાંથી સ્વદેશ મોકલી દેવાયો હતો. જોકે, હજુ સુધી કોઇ સ્પષ્ટ કારણ બહાર આવ્યુ નથી.
આફતાબ આલમ પર ભારત-આફઘાનિસ્તાન મેચ દરમિયાન સાઉથેમ્પ્ટનમાં ટીમ હૉટલમાં રહેવા દરમિયાન એક મહિલા સાથે ગંભીર દૂર્વ્યવહારનો આરોપ લાગ્યો હતો. બોર્ડે આની તપાસ કરાવ્યા બાદ તેને સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion