વનડે ક્રિકેટના નંબર -2 બોલરે 44મી મેચમાં જ આ સિદ્ધી મેળવી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને પાછળ રાખી દીધો હતો. સ્ટાર્કે 52 મેચમાં 100 વિકેટ લેવાનો કીર્તિમાન સ્થાપ્યો હતો.
6/6
હરારેઃ અફઘાનિસ્તાનના યુવા સ્પીનર અને આઈપીએલ હરાજીમાં તગડી રકમ મેળવનારા રાશિદ ખાને એક અનોખો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો છે. આ ઇતિહાસ રચવાની સાથે જે તેણે અનેક દિગ્ગજ ક્રિકેટનો પાઠળ રાખી દીધા છે. આઈસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયર ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝના સાઇ હોપની વિકેટ લેતાં જ રાશિદ ખાન વનડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો બોલર બની ગયો છે.