શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયાની વિજયી શરૂઆત, અફઘાનિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

ઓપનર ડેવિડ વોર્નરે અણનમ 89 રન ફટકાર્યા હતા. તે સિવાય એરોન ફિંચે પણ 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

બ્રિસ્ટલઃ એક વર્ષના પ્રતિબંધ બાદ પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી રહેલા ડેવિડ વોર્નરની અણનમ અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને વર્લ્ડકપની પ્રથમ મેચમાં સાત વિકેટે હાર આપી હતી. અગાઉ અફઘાનિસ્તાનની ટીમ 38.2 ઓવરમાં 207 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 34.5 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 209 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ મેચમાં ઓપનર ડેવિડ વોર્નરે અણનમ 89 રન ફટકાર્યા હતા. તે સિવાય એરોન ફિંચે પણ 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ અને વોર્નર બોલ ટેમ્પરિંગ વિવાદને લઇને લાગેલા પ્રતિબંધ બાદ પ્રથમવાર ઓસ્ટ્રેલિયા તરફથી રમી રહ્યા હતા. ડેવિડ વોર્નરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામા આવ્યો હતો. વોર્નરે કહ્યું કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાછા ફરવાથી સારુ લાગી રહ્યુ છે. આ જીત અમારા માટે ખૂબ સારી છે. વોર્નરે કેપ્ટન ફિંચ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. ફિંચ 17મી ઓવરમાં નબીનો શિકાર બન્યો હતો. બાદમાં મેદાન પર આવેલા ઉસ્માન ખ્વાજા વધુ કાંઇ કરી શક્યો નહોતો અને તે રાશિદ ખાનની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો હતો. ત્યારબાદ સ્મિથ પણ ફક્ત 18 રન પર પેવેલિયન ભેગો થયો હતો. આ અગાઉ અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને ફક્ત પાંચ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ બાદમાં  નાઝીબુલ્લાહ જાદરાના 51 અને રહમત શાહના 43 અને રાશિદ ખાનના 27 રનની મદદથી અફઘાનિસ્તાન પોતાનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સ અને ઝમ્પાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી અને સ્ટોઇનિસે બે વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

Embed widget