લંચ પહેલા સૌથી વધુ રન બનાવનારા ભારતીય રેકોર્ડ પૂર્વે બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગના નામે હતો, તેને 2006માં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ સેન્ટ લુસિયામાં 99 રન બનાવ્યા હતા, આ ત્રીજો પ્રસંગ છે જ્યારે શિખર ધવને એક રેશનમાં 100 થી વધુ રન બનાવ્યા છે. આ પહેલા માત્ર ડૉન બ્રેડમેન 6 વાર આ કારનામું કરી ચૂક્યા છે.
3/5
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો વિક્ટર ટ્રમ્પર, તેમના હમવતન ચાર્લી મેકાર્ટની, ડૉન બ્રેડમેન, પાકિસ્તાનના મઝીદ ખાન અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરનું નામ સામેલ છે.
4/5
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ગબ્બર એટલે શિખર ધવને અફગાનિસ્તાન વિરુદ્ધ ઐતિહાસિક ટેસ્ટમાં એક બહુ મોટો કિર્તિમાન સ્થાપિત કરી દીધો છે. બેગ્લુંરુમાં રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં શિખર ધવને અફગાનિસ્તાનના બૉલરોની ધજ્જીયા ઉડાવતાં લંચ પહેલા જ સદી ઠોકી દીધી.
5/5
શિખર ધવને પહેલા સેશનમાં 91 બૉલ પર આક્રમક 104 રન ફટકાર્યા, આ સાથે જ ધવન લંચ પહેલા કોઇ ટેસ્ટના શરૂઆતી દિવસમાં જ સદી ફટકારનારો પહેલો ભારતીય અને દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે.