શોધખોળ કરો
વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાનો આ ખતરનાક બેટ્સમેન કોની સાથે ગાળી રહ્યો છે વેકેશન, જાણો વિગત
રોહિતની કેપ્ટનશિપમાં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખિતાબ જીત્યા છે. ચાલુ વર્ષે જીતેલી આઈપીએલ ટ્રોફી તેણે દીકરી અને પત્નીને સમર્પિત કરી હતી. આઈપીએલની શરૂઆત 23 માર્ચે થઇ હતી અને 12 મેના રોજ સમાપન થયું હતું .જેથી વર્લ્ડકપ પહેલા રોહિતને બ્રેકની ખાસ જરૂર હતી.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો વન ડે અને T20નો વાઇસ કેપ્ટન રોહિત શર્મા હાલ ફેમિલી સાથે વેકેશન પર છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ રોહિત પરિવાર સાથે માલદીવમાં રજા ગાળી રહ્યો છે. રવિવારે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ ફાઇનલમાં ચેન્નાઇને એક રનથી હાર આપી ચોથી વખત ખિતાબ જીત્યો હતો. જીત બાદ રોહિત શર્મા પત્ની રિતિકા સજદેહ, પુત્રી સમાયરા અને મિત્રો સાથે રજા ગાળવા પહોંચી ગયો છે.
રોહિતની કેપ્ટનશિપમાં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખિતાબ જીત્યા છે. ચાલુ વર્ષે જીતેલી આઈપીએલ ટ્રોફી તેણે દીકરી અને પત્નીને સમર્પિત કરી હતી. આઈપીએલની શરૂઆત 23 માર્ચે થઇ હતી અને 12 મેના રોજ સમાપન થયું હતું .જેથી વર્લ્ડકપ પહેલા રોહિતને બ્રેકની ખાસ જરૂર હતી.View this post on InstagramHome away from home. Absolutely stunning @wmaldives #WMaldives
વર્લ્ડકપમાં વ્યસ્ત થતા પહેલાં રોહિતને બ્રેકની જરૂર હતી. તેથી તે હાલ ફેમિલી સાથે ક્વોલિટી સમય ગાળી રહ્યો છે. રોહિત અને રિતિકાએ સોશિયલ મીડિયા પર આ વેકેશન્સની તસવીરો અને વીડિયો શેર કર્યા છે.View this post on Instagram
ઇંગ્લેન્ડમાં 30 મેથી વર્લ્ડકપનો પ્રારંભ થશે. ભારત તેની પ્રથમ મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમશે.View this post on Instagram
વધુ વાંચો





















