Vedaant Madhavan : સિલ્વર બાદ માધવનના પુત્ર વેદાંતે સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો, માધવને શેર કર્યો વિડીયો
Vedaant Madhavan Wins Gold: અભિનેતા આર.માધવને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પુત્ર વેદાંતનો ગોલ્ડ મેડલ જીતવાનો વીડિયો પોસ્ટ કર્યો અને પુત્ર માટે આશીર્વાદ માંગ્યા.
Mumbai : અભિનેતા આર.માધવનનો પુત્ર સ્વિમિંગમાં એક બાદ એક મેડલ જીતી રહ્યો છે અને જીતવાની આ રફ્તાર સહારો છે. પહેલા સિલ્વર મેડલ મેળવ્યા બાદ આર.માધવનના પુત્રએ હવે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એક પછી સ્વિમિંગમાં દેશને ગૌરવ અપાવનાર અભિનેતા આર માધવનના વેદાંતે ગઈકાલે કોપનહેગનમાં યોજાયેલી ડેનિશ ઓપન સ્વિમિંગ 2020માં સિલ્વર મેડલ જીત્યો હતો અને આજે વેદાંતે પુરુષોની 800 મીટર ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો છે. પુત્રના ગોલ્ડ મેડલ જીતવા પર ગર્વ અનુભવતા પિતા માધવને સોશિયલ મીડિયા દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી હતી ણ એક વિડીયો શેર કર્યો હતો. જુઓ આ વિડીયો
After the Silver for @VedaantMadhavan day before, by the grace of the ALMIGHTY & all your Blessings- TODAYS RACE .do share our excitement & the latest news -Watch from 54.36 minutes for the RACE and 1.10.25 for the medal ceremony.Overwhelmed https://t.co/nhNG04EdqF❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳
— Ranganathan Madhavan (@ActorMadhavan) April 17, 2022
અભિનેતા આર માધવને તેના સોશિયલ મીડિયા હેન્ડલથી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. ગૌરવપૂર્ણ પિતાએ તેમના પુત્ર વેદાંતનો સુવર્ણ ચંદ્રક જીતવાનો વીડિયો પોસ્ટ કર્યો અને તેમના પુત્ર માટે આશીર્વાદ માંગ્યા. વેદાંતે પણ આ જીત માટે પોતાના કોચ પ્રદીપ સર પ્રત્યે પ્રેમ અને આભાર વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું છે, “અને આજે પણ જીતનો સિલસિલો ચાલુ છે. વેદાંત માધવને ડેનિશ ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આવા આશીર્વાદ માટે હું પ્રદીપ સર અને બીજા બધાનો આભારી છું.”
આ વીડિયોમાં અભિનેતા આર માધવન પોડિયમ પર ઊભેલા બીજા અને ત્રીજા સ્થાને રહેલા સ્પર્ધક માધવનને બતાવે છે અને વેદાંત પ્રથમ સ્થાન ધારક તરીકે ગોલ્ડ મેડલ લઇ રહ્યો છે. 16 વર્ષના વેદાંતની આ સતત જીતે સ્વિમિંગમાં દેશનું નામ રોશન કર્યું છે. માધવનની આ પોસ્ટ પર રોહિત રોય, શિલ્પા શેટ્ટી, બોમન ઈરાની, એશા ગુપ્તા, સંજીવ કપૂર, શમિતા શેટ્ટી, એશા દેઓલ સહિત ઘણા લોકોએ કોમેન્ટ કરી છે.
View this post on Instagram
પરંતુ આ પહેલીવાર નથી જ્યારે વેદાંત માધવને દેશને ગૌરવ અપાવ્યું હોય. અગાઉ તેણે સ્વિમિંગમાં મેડલ જીત્યો હતો. 18 વર્ષીય તરવૈયા વેદાંતે 2021માં બેંગ્લોરમાં યોજાયેલી '46મી જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ'માં કુલ ચાર સિલ્વર મેડલ જીત્યા હતા. તેની પાસે ત્રણ વધુ બ્રોન્ઝ મેડલ પણ હતા.