Paralympics 2024: ભારતને જેવલિન થ્રોની એક જ ઇવેન્ટમાં મળ્યા બે મેડલ, અજિતે સિલ્વર તો સુંદર ગુર્જરે જીત્યો બ્રોન્ઝ
Paralympics 2024: ભારતે પેરાલિમ્પિક ગેમ્સના છઠ્ઠા દિવસનો અંત એક જ ઈવેન્ટમાં બે મેડલ જીતીને કર્યો હતો

Paralympics 2024: ભારતે પેરાલિમ્પિક ગેમ્સના (Paralympics 2024) છઠ્ઠા દિવસનો અંત એક જ ઈવેન્ટમાં બે મેડલ જીતીને કર્યો હતો. ભારતના સ્ટાર ભાલા ફેંકના પેરા એથ્લીટ અજીત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ પેરાલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંક F46 કેટેગરીની ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અજિત સિંહે ભાલા ફેંક F46 ફાઇનલમાં 65.62 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. આ જ ઇવેન્ટમાં સુંદર સિંહ ગુર્જરે પણ 64.96 ના સીઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Men's Javelin Throw F46 Final | Ajeet Singh wins the silver medal with a personal best throw of 65.62m. Sundar Singh Gurjar wins bronze medal with season-best throw of 64.96
— ANI (@ANI) September 3, 2024
India achieves its first double podium finish in athletics at the Paris Paralympics#Paralympics2024
ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
અજિત મોટાભાગે સુંદર ગુર્જરથી પાછળ રહ્યો હતો પરંતુ તેના પાંચમા થ્રો બાદ તે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. આ સાથે ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું છે. છઠ્ઠા દિવસના અંતે ભારતના ખાતામાં 20 મેડલ છે જ્યારે ટોક્યોમાં આ સંખ્યા 18 હતી.
ક્યુબાના ખેલાડીએ ગોલ્ડ જીત્યો હતો
અજિતના છ પ્રયાસોમાં 65.62 મીટરનો થ્રો સર્વશ્રેષ્ઠ હતો જ્યારે સુંદરનો સર્વશ્રેષ્ઠ થ્રો 64.96 મીટર હતો. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ક્યુબાના ખેલાડીને મળ્યો હતો. તેણે 66.14 મીટર થ્રો કરીને એરિયા રેકોર્ડ બનાવ્યો હતો. આ ઈવેન્ટમાં ભારત તરફથી રિંકુ સિંહે પણ ભાગ લીધો હતો. તેણે અહીં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને 61.58 મીટર થ્રો કર્યો હતો. આ તેનું સીઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.
અજિત ટોક્યોમાં આઠમા સ્થાને હતો
31 વર્ષીય અજિત ઈટાવાનો રહેવાસી છે અને તેણે ટોક્યો ઓલિમ્પિકમાં આઠમું સ્થાન મેળવ્યું હતું. ગુર્જર હાલમાં વર્લ્ડ રેકોર્ડ ધારક છે. તેણે ટોક્યો પેરાલિમ્પિકમાં 64.96 મીટરનો થ્રો કર્યો હતો. આ દિવસે ભારતે કુલ પાંચ મેડલ જીત્યા હતા. દીપ્તિ જીવનજીના 400 મીટરના મેડલ સિવાય ભારતને ઉંચી કૂદ અને ભાલા ફેંકની વિવિધ ઈવેન્ટ્સમાં કુલ 4 મેડલ મળ્યા હતા.
સુંદર સિંહે ટોક્યો ઓલિમ્પિકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2018 એશિયન ગેમ્સમાં તેણે ભાલા ફેંકમાં સિલ્વર જીત્યો હતો. તેણે 2022ની પેરા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે પંચકુલામાં 16મી પેરા એથ્લેટિક્સ નેશનલ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
