Paralympics: શરદે ઉંચી કૂદમાં તો ભાલા ફેંકમાં અજિતે જીત્યો સિલ્વર, ભારતે 20 મેડલ જીતી ટોક્યોને પાછળ છોડ્યું
પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત છે.
પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મંગળવારે ભારતીય ખેલાડીઓએ પાંચ મેડલ જીત્યા હતા. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. અજિત સિંહે જેવલિન થ્રોની F46 કેટેગરીમાં અને હાઈ જમ્પર શરદ કુમારે મંગળવારે હાઈ જમ્પની T63 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે આ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા અત્યાર સુધીમાં 20 પર પહોંચી ગઈ છે. મેડલનો આ આંકડો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ છે. તેના ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં તેના અગાઉના 19 મેડલના શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું છે.
Paris Paralympics: With five medals in a day, India surpasses Tokyo edition's record of 19 medals
— ANI Digital (@ani_digital) September 3, 2024
Read @ANI Story | https://t.co/HgnRyWHH3a#India #ParisParalympics #Tokyo pic.twitter.com/4WwrYKG9fz
નોંધનીય છે કે આ વખતે ભારતે આ ગેમ્સમાં 25 પોઈન્ટના લક્ષ્ય સાથે પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ આ લક્ષ્યને હાંસલ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પેરિસ પેરાલિમ્પિકમાં 84 પેરા એથ્લેટ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ગેમ્સ 8 સપ્ટેમ્બર સુધી યોજાનાર છે. ભારત 12 ડિસિપ્લિનમાં સ્પર્ધા કરી રહ્યું છે, જે ટોક્યો કરતાં ત્રણ વધુ છે.
India's Sharad Kumar and Mariyappan Thangavelu win silver and bronze respectively in men's high jump T63 category at Paris Paralympics
— Press Trust of India (@PTI_News) September 3, 2024
ભારતીય પેરા એથ્લેટ્સે મંગળવારે પેરિસમાં આયોજિત પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં પુરુષોની ઊંચી કૂદની T63 કેટેગરીની ઇવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા. મોડી રાત્રે યોજાયેલી ફાઈનલ મેચમાં હાઈ જમ્પર શરદ કુમારે 1.88 મીટરનું અંતર કાપીને સિલ્વર મેડલ જીત્યો હતો. મરિયપ્પન થંગાવેલુએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને 1.85 મીટરનું અંતર કાપ્યું. તેમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. મરિયપ્પન ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિશ્વ રેકોર્ડ હોલ્ડર યુએસએના ફ્રેચ એઝરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
India's Ajeet Singh and Sundar Singh Gurjar win silver and bronze respectively in men's javelin throw F46 category at Paris Paralympics
— Press Trust of India (@PTI_News) September 3, 2024
ભારતના સ્ટાર જેવલિન થ્રો પેરા એથ્લેટ અજિત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ભાલા ફેંક F46 કેટેગરીની ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. અજિત સિંહે ભાલા ફેંક F46 ફાઇનલમાં 65.62 મીટરનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો કર્યો હતોઆ જ ઇવેન્ટમાં સુંદર સિંહ ગુર્જરે પણ 64.96 ના સીઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.