શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપની ટીમમાં નથી મળ્યું સ્થાન, હવે ઈંગ્લેન્ડ જવા માટે આ ખેલાડીએ BCCI પાસે માંગી મંજૂરી
વર્લ્ડકપ ટીમમાં ભલે અજીંક્ય રહાણેને સ્થાન નથી મળ્યું પણ તેણે કાઉન્ટી ક્રિકેટ રમવા માટે કિક્રેટ બોર્ડ પાસે ઈંગ્લેન્ડ જવાની પરવાનગી માંગી છે.
નવી દિલ્હી: વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ભલે વર્લ્ડકપ ટીમમાં અજિંક્ય રહાણેને સ્થાન નથી મળ્યું, પરંતુ તે ઈંગ્લેડ જવા માંગે છે. તેના માટે રહાણેએ ઈ-મેલથી બીસીસીઆઈ પાસે પરવાનગી માંગી છે. જેને બૉર્ડે સુપ્રીમ કૉર્ટ દ્વારા નિયુક્ત સમિતિને ફૉરવર્ડ કર્યો છે.
ભારતીય ટેસ્ટ ટીમના ઉપ કેપ્ટન રહાણે આ વર્ષે મે થી જુલાઈ સુધી રમાનારી કાઉન્ટીં ક્રિકેટ કલ્બમાં હેમ્પશાયર તરફથી રમવાની બીસીસીઆઈ પાસે અનુમતિ માંગી છે. પત્ર પ્રમાણે રહાણેની માંગ છે કે બોર્ડ તેને ચાર દિવસીય મેચો માટે હેમ્પશાયર માટે રમવાની મંજૂરી આપે.
એક સીનીયર બૉર્ડ અધિકારીએ કહ્યું કે, “રહાણેને હેમ્શાયરથી રમવાની પરવાનગી ના મળે તેનું કોઈ કારણ સમજાતુ નથી. ગત વર્ષે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પણ સરે માટે રમવાની પરવાનગી મળી હતી.”
ગત વર્ષે ચેતેશ્વર પુજારા અને કોહલીને કાઉન્ટી રમવાની પરવાનગી મળી હતી અને આ પ્રમાણે રહાણેને પરવાનગી મળવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. આવામાં તેના ભાગે કોઈ ઇન્ટરનેશનલ કમિટમેન્ટ નહીં હોય. ગત વર્ષે ચેતેશ્વર પુજારા અને કોહલી ઉપરાંત ઈશાંત શર્મા પણ સસેક્સ માટે રમ્યો હતો.
આ પણ વાંચો
વર્લ્ડકપ 2019: પત્નીઓ સાથે રહી શકશે ભારતીય ક્રિકેટર્સ, પણ BCCIએ મુકી કેટલીક શરતો
BCCIએ કર્યું કન્ફર્મ, ત્રણ વર્ષથી વનડે ન રમનાર આ બોલર હશે વર્લ્ડ કપનો હિસ્સો!
ભારતીય ટીમના કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું- વર્લ્ડકપની પ્રબળ દાવેદાર ટીમ ઇન્ડિયા કે ઓસ્ટ્રેલિયા નથી, પણ આ છે.....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion