શોધખોળ કરો
Advertisement
બોલ ટેમ્પરિંગ મુદ્દે કૂકનો ઘટસ્ફોટ, કહ્યું- આ ખેલાડી બોલ ટેમ્પિરંગની ટ્રિક શીખવાડતો
મેદાન ઉપર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની વિવિધ વર્તણૂકથી વધારે માહિતગાર હોય તો તે ઇંગ્લેન્ડના ક્રિકેટરો છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે એક વખત તેને કહ્યું હતું કે, તે ફર્સ્ટ ક્લાસ મેચમાં બોલ સાથે છેડછાડ કરવા માટે હાથ પર ટેપ લગાવતો હતો. એલિસ્ટર કૂકે પોતાની આત્મકથામાં આ ઘટસ્ફોટ કર્યો છે.
મેદાન ઉપર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની વિવિધ વર્તણૂકથી વધારે માહિતગાર હોય તો તે ઇંગ્લેન્ડના ક્રિકેટરો છે. બંને વચ્ચે વર્ષોથી તીવ્ર હરીફાઈ થઈ રહી છે. આ કારણથી સાત એશિઝ શ્રેણી રમી ચૂકેલા કૂકે ઓસ્ટ્રેલિયન ખેલાડી તથા ટીમ અંગે ઘણા ચોંકાવનાર ઘટસ્ફોટ કર્યા છે. કૂકે જણાવ્યું હતું કે, વોર્નરે એક ફર્સ્ટ ક્લાસ મેચમાં બોલ સાથે ટેમ્પરિંગ કેવી રીતે કરી શકાય તે અંગે મને બતાવ્યું હતું.
કૂકે જણાવ્યું હતું કે એક ફર્સ્ટ ક્લાસ મેચમાં તેને હાથમાં બાંધેલી પટ્ટીમાં લાગેલા હાર્ડ મટીરિયલ દ્વારા બોલ સાથે ચેડાં કેવી રીતે કરી શકાય તે બતાવ્યું હતું. આ સમયે જો સ્મિથે હસ્તક્ષેપ ના કરી હોત તો વોર્નરે ટેમ્પરિંગ સાથે જોડાયેલા ઘણા રહસ્યોને ખોલી નાખ્યા હોત.
કૂકે જણાવ્યું હતું કે આ બનાવ ૨૦૧૭-૧૮ની એશિઝ શ્રેણી બાદ યોજાયેલી એક પાર્ટી દરમિયાનનો છે. વોર્નરે જેવો આ બાબતનો ખુલાસો કર્યો કે મેં તરત જ સ્મિથ બાજુ જોયું હતું અને તેના ચહેરાના ભાવથી એવું લાગી રહ્યું હતું કે તે વોર્નરને આ પ્રકારના ખુલાસો ના કરે તેવું કહેવા માગતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion