શોધખોળ કરો
Advertisement
‘સુપરમેન’ બનીને આ વિકેટકીપરે પકડ્યો શાનદાર કેચ, વીડિયો થયો વાયરલ
ઓસ્ટ્રેલિયામાં શેફીલ્ડ શીલ્ટ ટુર્નામેન્ટમાં સાઉથ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ વચ્ચે મેચ હતી.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કૈરીએ એવો કેચ પકડ્યો જે જોઈને ફેન્સ વાહ વાહ કરવા લાગ્યા. કેટલાક લોકો તો કેરીની તુલના સુપરમેન સાથે કરવા લાગ્યા છે. આ કેચ એવો હતો કે જાણે કેરી હવામાં ઉડી રહ્યો હોય તેવું લાગતું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના એક ઘરેલુ મેચમાં કેરીએ આ કેચ પકડ્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં શેફીલ્ડ શીલ્ટ ટુર્નામેન્ટમાં સાઉથ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ વચ્ચે મેચ હતી. ક્વિન્સલેન્ડના ઓપનર મેચ રેન્શોએ લેગ સાઈડમાં ફ્લિક કરીને બોલને બાઉન્ડ્રી બહાર મારવાનો પ્રયત્ન કર્યો પણ ત્યારે જ વિકેટકીપર કેરીએ એક હાથથી શાનદાર કેચ પકડ્યો હતો. રેન્શોની આશા પર પાણી ફરી ગયું અને તે આઉટ થઈ ગયો. આ કેરીનો એક શાનદાર કેચ હતો. અમુક સેકન્ડ માટે તો એવું લાગ્યું કે, જાણે તે હવામાં ઉડી રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કેટલાય ફેન્સ હવે કહી રહ્યા છે કે, વિકેટકીપિંગના મામલામાં ટેસ્ટ ક્રિકેટમાં કેરીને આગળ વધવું જોઈએ. હજુ સુધી આ જવાબદારી કેપ્ટન ટિમ પેન સંભાળી રહ્યો હતો. કેરી અનેકવાર ઓસ્ટ્રેલિયા માટે કારગાર સાબિત થયો છ. વર્લ્ડ કપમાં પણ તેણે 10 મેચોમાં 375 રન બનાવ્ય હતા.Woah! That is a BLINDER from Alex Carey!#QLDvSA #SheffieldShield pic.twitter.com/0uDcHA1dFp
— cricket.com.au (@cricketcomau) October 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement