ચાલુ મેચ દરમિયાન આ ખેલાડીને હાર્ટ અટેક આવતા થયુ મોત, ટૂર્નામેન્ટ દરમિયાન બની દુ:ખદ ઘટના, જુઓ વીડિયો
મેદાન પર કેટલીક વખત એવી પણ ઘટના બને છે. જે ખેલાડીના મોતનું કારણ બની જાય છે. ચાલુ મેચે આ નાની ઉંમરના ખેલાડીનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું
નવી દિલ્લી: મેદાન પર કેટલીક વખત એવી પણ ઘટના બને છે. જે ખેલાડીના મોતનું કારણ બની જાય છે. અલ્જીરિયામાં ફૂટબોલ મેચ દરમિયાન જ ખેલાડીને હાર્ટ અટેક આવતા તે મેદાનમાં ફસડાઇ પડ્યાં અને મોત થઇ ગયું
આ રીતે ઘટી ઘટના
અલ્જરિયામાં લીગ-2ના ટૂર્નામેન્ટ રમાઇ રહી છે. જેમાં Mouloudia Saida અને ASM Oran કલબની વચ્ચે શનિવારે મેચ થઇ રહ્યો હતો. આ દરમિયાન સોફિયા લૌકરની તેમના ટીમના ગોલકિપર સાથે ટક્કર થઇ ગઇ ત્યારબાદ તે મેદાનથી બહાર થઇ ગયો પરંતુ થોડા સમય બાદ તે ફરી મેદાનમાં રમવા આવી ગયો
Cezayir takımı Mouloudia Saida'nın kaptanı Sofiane Lokar, maçın ortasında kalp krizi geçirip vefat etti.
Sağlık görevlilerinin saha içerisindeki müdahalesi...https://t.co/CN6oQH6moppic.twitter.com/vNcW48CdqP
">
અલ્જીરિયાઇ ફૂટબોલર સોફિયાને લોકર જ્યારે મેદાનમાં રમવા માટે પરત ફર્યા તો 10 મિનિટ બાદ તે રમતા-રમતા મેદાનમાં પડી ગયા. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્ચાં. અહીં ડોક્ટરે સિવિયર હાર્ટ અટેકથી તેમનુ મોત થયું હોવાની જાણકારી આપી. સોફિયાનેની ઉંમર માત્ર 28 વર્ષ હતી. તે Mouloudia Saidaના ખેલાડી હતા. તે તેમની ટીમના કેપ્ટન પણ હતા. તેમના મોતના સમાચાર મળતાં મેચ રોકી દેવાયો.
Cezayir takımı Mouloudia Saida'nın kaptanı Sofiane Lokar, maçın ortasında kalp krizi geçirip vefat etti.
Sağlık görevlilerinin saha içerisindeki müdahalesi...https://t.co/CN6oQH6moppic.twitter.com/vNcW48CdqP
">
અલ્જીરિયાઇ ફૂટબોલર સોફિયાનેના મોતના સમાચાર મળતા જ સમગ્ર ખેલ જગતમાં શોકનું મોજું ફરી વળ્ચું. આ દુખદ ઘટના બાદ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને ટીમના ખેલાડી રડતાં જોવા મળી રહ્યા છે. મેચ રોકવામાં આવી ત્યા સુધીમાં સાફિયાનેની ટીમે એટલે કે Mouloudia Saidaની ટીમે 1-0થી આગળ હતી.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનના માતાનું નિધન
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનના માતાનું નિધન થયુ છે. તેમણે ટ્વિટર કરીને આ દુખદ સમાચાર આપ્યાં છે. વિશ્વના સૌથી ઝડપી બોલર તરીકે જાણીતા શોએબ અખ્તરની માતાનું નિધન થયું છે. તેમની માતા હમીદા અવાનની નિધનના સામાચાર તેમણે ટવિટ કરીને આપ્યાં છે.
પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરની માતાનું નિધન થયું છે. શોએબે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેણે લખ્યું કે, “મારી મા મારું સર્વસ્વ છે, તે અમને છોડીને સ્વર્ગમાં ચાલી ગઈ. તે અલ્લાહ તઆલાની મરજી છે. શોએબ અખ્તરની માતા વિશે જાણ્યા પછી, ભૂતપૂર્વ ભારતીય બોલર હરભજન સિંહે પણ તેમને સાંત્વતા પાઠવી છે. હરભજનસિંહે ટ્વિટ કરીને લખ્યું કે, આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના તારી સાથે છે. . મારા ભાઈ મજબૂત બનજે, વાહેગુરુ મહેર કરે”.