શોધખોળ કરો
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
Nitish Kumar Reddy Century: નીતીશ કુમાર રેડ્ડીને સદી ફટકાર્યા બાદ ઈનામ તરીકે પૈસા મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સાથે આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન પણ તેને ઈનામી રકમ આપશે.
નીતીશ કુમાર રેડ્ડી
1/6

નીતિશ કુમાર રેડ્ડીએ મેલબોર્નમાં કમાલ કરી બતાવી. તેણે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા. નીતિશને આ સદી માટે ઈનામી રકમ મળશે.
2/6

નીતીશે ટીમ ઈન્ડિયા માટે તે સમયે સદી ફટકારી હતી જ્યારે તેને સૌથી વધુ રનની જરૂર હતી. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી નીતિશે અણનમ 105 રન બનાવ્યા હતા.
3/6

એક અહેવાલ અનુસાર, આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન નીતીશ રેડ્ડીને ઈનામી રકમ તરીકે 25 લાખ રૂપિયા આપશે.
4/6

આ સાથે નીતિશને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી પણ લાખો રૂપિયા મળવાના છે.
5/6

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો BCCI નીતીશ રેડ્ડીને સદી ફટકારવા બદલ 5 લાખ રૂપિયા આપશે. આ પૈસા મેચ ફીથી અલગ હશે.
6/6

રિપોર્ટ્સ અનુસાર, BCCI ખેલાડીઓને ટેસ્ટમાં સદી ફટકારવા માટે 5 લાખ રૂપિયા અને બેવડી સદી ફટકારવા પર 10 લાખ રૂપિયા આપે છે.
Published at : 29 Dec 2024 07:50 AM (IST)
આગળ જુઓ
Advertisement





















