શોધખોળ કરો
Advertisement
અંબાતી રાયડુએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સન્યાસ, વર્લ્ડકપમાં ન હતો મળ્યો મોકો
વર્લ્ડકપ ટીમમાં જગ્યા ના મળવાના કારણે નિરાશ થયેલા અંબાતી રાયડુએ છેવટે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે
નવી દિલ્હીઃ વર્લ્ડકપ ટીમમાં જગ્યા ના મળવાના કારણે નિરાશ થયેલા અંબાતી રાયડુએ છેવટે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. અંબાતી રાયડુએ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, રાયડુને પુરેપુરો વિશ્વાસ હતો કે, વર્લ્ડકપ ટીમમાં તેને સ્થાન મળશે, પણ કમનસીબે તેને સિલેક્શન કમિટીએ વર્લ્ડકપ ટીમમાં સામેલ ના કર્યો અને છેવટે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવો પડ્યો છે.
ખાસ વાત એ છે કે, વર્લ્ડકપમાં બે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયાં - શિખર ધવન અને વિજય શંકર, છતાં ટીમ મેનેજમેન્ટે રાયડુને રિપ્લેસમેન્ટ ના કર્યો. કદાચ આ કારણે નિરાશ થયેલા રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે.
નોંધનીય છે કે વર્લ્ડકપ ટીમમાં શિખર ધવના રિપ્લેસમેન્ટમાં ઋષભ પંત અને વિજય શંકરના રિપ્લેસમેન્ટ તરીકે મયંક અગ્રવાલને મોકો આપવામાં આવ્યો છે.Indian middle-order batsman Ambati Rayudu has announced his retirement from all forms of cricket, he has written to BCCI pic.twitter.com/v4Wf3fwZ5i
— ANI (@ANI) July 3, 2019
Rayudon't! Wish it wasn't true! ???? #AmbatiRayuduRetires
— Chennai Super Kings (@ChennaiIPL) July 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement