શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કયા બે ક્રિકેટરોના સમજાવ્યા બાદ રાયડુએ ક્રિકેટમાંથી સન્યાસ પાછો ખેંચ્યો? હવે કઇ તારીખે કરશે વાપસી
33 વર્ષીય ક્રિકેટરે સન્યાસના થોડાક મહિનામાં ફરીથી ક્રિકેટમાં વાપસી કરી છે. રાયડુ હવે હૈદરાબાદ ક્રિકેટ એસોશિએશન (HCA), હૈદરાબાદની ટીમમાંથી વાપસી કરશે
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ક્રિકેટર અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી સન્યાસ લેવા પર હવે યૂ-ટર્ન લઇ લીધો છે. રાયડુએ ક્રિકેટમાંથી લીધેલો સન્યાસ પાછો ખેંચીને મેદાન પર આવવાની ઇચ્છા દર્શાવી છે. એટલે કે રાયડુ હવે ફરીથી ક્રિકેટ રમવા માટે મેદાનમાં આવશે.
33 વર્ષીય ક્રિકેટરે સન્યાસના થોડાક મહિનામાં ફરીથી ક્રિકેટમાં વાપસી કરી છે. રાયડુ હવે હૈદરાબાદ ક્રિકેટ એસોશિએશન (HCA), હૈદરાબાદની ટીમમાંથી વાપસી કરશે.
રાયડુએ એચસીએને લખ્યુ, 'હું રિટાયમેન્ટથી વાપસી કરવા ઇચ્છુ છું અને ક્રિકેટના બધા ફોર્મેટમાં રમવા ઇચ્છુ છું.' ધ હિન્દુમાં રાયડુનો એક ભાવુક પત્ર છપાયો, જેમાં તેને લખ્યું કે 'હું ચેન્નાઇ સુપર કિંગ્સ, વીવીએસ લક્ષ્મણ અને ઓએલ ડેવિડનો આભારી છું. જેને મને મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો, સમજાવ્યો કે મારામાં હજુ પણ ક્રિકેટ બાકી છે. હું હૈદારબાદ ટીમ માટે રમવાની રાહ જોઇ રહ્યો છું. હું હૈદરાબાદ ટીમ સાથે જોડાવવા માટે 10 સપ્ટેમ્બરે અવેલેબલ રહીશ.'
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ટીમ ઇન્ડિયામાં સિલેક્શન ના થવાના કારણે રાયડુ નિરાશ હતો, બાદમાં આવેશ તેને ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સન્યાસ લેવા અંગેનો એક પત્ર બીસીસીઆઇને મોકલ્યો હતો, સાથે સન્યાસની જાહેરાત કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion