શોધખોળ કરો
Advertisement
આ ઘાતક બેટ્સમેન બનવા જઇ રહ્યો છે પિતા, પત્ની સાથે ક્રિકેટ રમવાની સ્ટાઇલમાં કરી જાહેરાત, વીડિયો વાયરલ
આ વીડિયોમાં આંદ્રે રસેલની સાથે પત્ની જેસિમ લોરા ઉપરાંત કેટલાક મિત્રો અને પરિવારજનો દેખાઇ રહ્યાં છે
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલ હવે ટુંકસમયમાં પિતા બનવાનો છે. આ વાત તેને ખુદ એક વીડિયો શેર કરીને આપી છે. વીડિયોમાં તે પોતાની પત્ની જેસિમ લોરા સાથે ક્રિકેટ રમી રહ્યો છે, અને અનોખા અંદાજમાં ખુશખબરી દર્શાવી રહ્યો છે.
આંદ્રે રસેલ પોતે પિતા બનવાનો છે, તે વાતની માહિતી શેર કરવા માટે તેને એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં તેને હાથમાં એક બેટ પકડ્યુ છે, અને સામે તેની પત્ની જેસિમ લોરા બૉલ લઇને ઉભી રહી છે. થોડીવાર મસ્તી કર્યા બાદ તેની પત્ની જેસિમ લોરા બૉલિંગ કરે છે, અને આંદ્રે રસેલ બેટથી બૉલને ફટકારે છે. બૉલને હીટ થતાં જ તેમાંથી રંગ અને ફૂલ ઉડવા લાગે છે.
આ વીડિયોમાં આંદ્રે રસેલની સાથે પત્ની જેસિમ લોરા ઉપરાંત કેટલાક મિત્રો અને પરિવારજનો દેખાઇ રહ્યાં છે. વીડિયો શેર કરતાં રસેલે લખ્યું છે કે, તો આ છોકરી છે, મારા જીવનમાં વધુ એક આશીર્વાદ, કોઇ ફરક નથી પડતો કે છોકરી છે કે છોકરો. હુ માત્ર ભગવાન પાસે સ્વસ્થ બાળકની કામના કરુ છુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement