શોધખોળ કરો
લોઢા કમિટિ મામલે અનુરાગ ઠાકુરે SCમાં કરી એફિડેવિટ, શશાંક મનોહરને ગણાવ્યા ગુનેગાર

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે લોઢા પેનલની ભલામણો પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સોમવારે સૂનવણી દરમિયાન કોર્ટે બીસીસીઆઈને ફટકાર પણ લગાવી અને પૂછ્યું કે બીસીસીઆઈ કમિટિની ભલામણોને ક્યારે લાગૂ પાડશો. સુપ્રીમ કોર્ટ હવે એ નક્કી કરશે કે શું ક્રિકેટ માટે બીસીસીઆઈ પ્રશાસક નિયુક્ત કરવામાં આવે કે બોર્ડને ફરીથી થોડો સમય આપવામાં આવે. જેથી તે લેખિતમાં અંડરટેકિંગ આપીને તે લોઢા પેનલની ભલામણોને નક્કી કરેલા સમયમાં લાગૂ કરશે. 1) શું તમે લેખિતમાં અંડરટેકિંગ આપવા માટે તૈયાર છો કે તમે લોઢા પેનલની કંઈ-કંઈ ભલામણોને લાગૂ કરી ચૂક્યા છે. 2) કેટલા સમયમાં બાકી ભલામણોને લાગૂ કરશો. 3) કોર્ટના આદેશોમાં રૂકાવટ પૈદા કરી રહ્યા છે. 4) લોઢા પેનલનું પણ એવું માનવું છે કે બીસીસીઆઈ ભલામણોને લાગૂ નથી કરવા માંગતું, જેના લીધે પદાધિકારીઓને હટાવી દેવા જોઈએ.
વધુ વાંચો





















