પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે. આ કારણે ફેન્સ તેને જીજુ....જીજુ કહીને બોલાવતા હતા
2/5
શોએબ મલિકે ભારત સામે 78 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે પાકિસ્તાનની ટીમ 237 રનનો સ્કોર બનાવી શકી હતી.
3/5
દુબઈઃ રવિવારે રાતે એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 9 વિકેટથી કારમી હાર આપી હતી. ભારતની બેટિંગ દરમિયાન પાકિસ્તાનનો સૌથી અનુભવી ખેલાડી શોએબ મલિક બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરતો હતો ત્યારે ભારતીય ફેન્સ“જીજુ….જીજુ…” કહીને બૂમો પાડતા હતા.
શોએબ મલિકનાં કાનમાં જેવો જ ભારતીય ફેન્સનો અવાજ પડ્યો, તેણે તરત આનો રિસ્પોન્સ આપ્યો હતો. તેણે ભારતીય ફેન્સ તરફ પાછળ ફરીને જોયું અને હાથ હલાવ્યો હતો. આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.