શોધખોળ કરો
Asian Games 2018: ટેનિસમાં અંકિતા રૈનાને મળ્યો બ્રોન્ઝ મેડલ
1/3

જકાર્તા: ભારતની મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ 18મી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. અંકિતા રૈનાએ મહિલાઓના સિંગ્લ્સની સેમીફાઈનલમાં હારીને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. ચીનની શુઆઈ જૈંગએ ગુરૂવારે સેમીફાઈનલના મુકાબલામાં રૈનાને 2-0થી હરાવી હતી.
2/3

ત્યારબાદ અંકિતા કોઈ અંક મેળવી શકી નહીં. શુહાઈ ઝેંગે સતત બે અંક જીતીને મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારતના મેડલની સંખ્યાં 16 પર પહોંચી ગઈ છે. જેમાં ચાર ગોલ્ડ, 3 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
3/3

અંકિતા રૈનાએ પહેલા સેટની દમદાર શરૂઆત કરી પરંતુ પહેલી 3 ગેમ બાદ તેણે લય ગુમાવી દીધી અને શુહાઈ ઝેંગે આ સેટ 6-4થી જીતી લીધો. બીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી અને મુકાબલો ટાઈબ્રેકર સુધી પહોંચી ગયો. ટાઈબ્રેકરમાં એક સમયે શુહાઈ ઝેંગ 6-3થી આગળ હતી પરંતુ અંકિતાએ સતત 3 મેચ પોઈન્ટ બચાવીને સ્કોર 6-6 કરી લીધો હતો.
Published at : 23 Aug 2018 04:06 PM (IST)
View More
Advertisement





















