Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ, મહિલા કબડ્ડી ટીમે દેશને અપાવ્યો 100મો મેડલ
Asian Games: એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ વખત 100 મેડલ જીત્યા છે.
Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં ભારતે 100મો મેડલ જીત્યો છે. મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવીને ભારતને તેનો 100મો મેડલ અપાવ્યો હતો. ટીમ ઈન્ડિયાનો આ 25મો ગોલ્ડ હતો. ભારતે ફાઇનલમાં 26-24થી જીત મેળવી હતી.
ભારત પાસે કેટલા મેડલ
- ગોલ્ડ: 25
- સિલ્વર: 35
- બ્રોન્ઝ: 40
- કુલ: 100
AND THAT IS MEDAL #100 FOR 🇮🇳!!!
HISTORY IS MADE AS INDIA GETS ITS 100 MEDAL AT THE ASIAN GAMES 2022!
This is a testament to the power of dreams, dedication, and teamwork of our athletes involved in the achievement of #TEAMINDIA!
Let this achievement inspire generations to… pic.twitter.com/EuBQpvvVQ3 — SAI Media (@Media_SAI) October 7, 2023
ઓજસને તીરંદાજીમાં ગોલ્ડ, અભિષેકને સિલ્વર મળ્યો
આ પહેલા કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતને બે મેડલ મળ્યા છે. ઓજસ દેવતલે ગોલ્ડ મેડલ અને અભિષેક વર્માએ સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલમાં બે ભારતીય તીરંદાજો વચ્ચે મુકાબલો હતો. આવી સ્થિતિમાં, દેશને બંને મેડલ મળવાની ખાતરી હતી, પરંતુ બંનેએ વ્યક્તિગત રીતે મેડલનો રંગ નક્કી કરવાનો હતો. ઓજસે 149ના સ્કોર સાથે ગોલ્ડ અને અભિષેકે 147ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
જ્યોતિએ ગોલ્ડ જીત્યો
આજના દિવસની શરૂઆતમાં જ્યોતિ સુરેખા વેન્નમે મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં રેકોર્ડ બનાવતા તેણે ફાઈનલ મેચ 149-145ના માર્જિનથી જીતી હતી. તેણીએ દક્ષિણ કોરિયાની સો સીને હરાવ્યા. ભારતે કમ્પાઉન્ડ તીરંદાજીમાં તમામ સ્પર્ધા જીતી હતી.
13 દિવસમાં જીત્યા હતા 95 મેડલ
ભારતે 13 દિવસમાં કુલ 95 મેડલ જીત્યા હતા. એશિયન ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે પહેલા દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચ, આઠમા દિવસે 15, નવમા દિવસે સાત, દસમા દિવસે નવ, 11મા દિવસે 12, 12મા દિવસે વધુ પાંચ. 13મા દિવસે નવ મેડલ જીત્યા હતા.
🥇🇮🇳 𝐀𝐛𝐬𝐨𝐥𝐮𝐭𝐞 𝐝𝐨𝐦𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧!
— SAI Media (@Media_SAI) October 7, 2023
Our Women's Kabaddi team has emerged victorious, defeating the Chinese Taipei team and securing the coveted Gold Medal 🥇🌟
The unparalleled skill, tenacity, and teamwork of the women's team have brought glory to the nation🥳. And… pic.twitter.com/SG9Qq1rZzu