Asian Games 2023: ભારતને મળ્યો 65મો મેડલ, મોહમ્મદે 800 મીટર રેસમાં જીત્યો સિલ્વર મેડલ
અફસલે 800 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ રીતે ભારતે અત્યાર સુધીમાં 65 મેડલ જીત્યા છે. આ સાથે જ ભારતનો આજે આ પાંચમો મેડલ છે.
Asian Games 2023: ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. એશિયન ગેમ્સનો આજે 10મો દિવસ છે. આ દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો છે. ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારત ઈતિહાસ રચી રહ્યું છે.
આજના દિવસનો પાંચમો મેડલ
મોહમ્મદ અફસલે 800 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ રીતે ભારતે અત્યાર સુધીમાં 65 મેડલ જીત્યા છે. આ સાથે જ ભારતનો આજે આ પાંચમો મેડલ છે.
A Splendid Silver🥈for 🇮🇳 in Men's 800m Finals
— SAI Media (@Media_SAI) October 3, 2023
Well done Afsal! Many congratulations 🥳👏#AsianGames2022#Cheer4India 🇮🇳#HallaBol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/rSWkp0Kyg3
પારુલ ચૌધરીએ ગોલ્ડ જીત્યો
ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. પારુલ ચૌધરીએ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતના મેડલની સંખ્યા 64 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ 14 ગોલ્ડ મેડલ જીત્યા છે.
મેડલ ટેલીમાં ભારત કેટલામાં ક્રમે
એશિયન ગેમ્સ 2023માં મેડલ ટેલીમાં ભારત ચોથા ક્રમે છે. અત્યાર સુધીમાં ભારત 14 ગોલ્ડ, 25 સિલ્વર અને 63 બ્રોન્ઝ મેડલ સાથે 65 મેડલ જીત્યું છે. ચીન પ્રથમ ક્રમે છે, તેણે 156 ગોલ્ડ, 85 સિલ્વર અને 43 બ્રોન્ઝ મેડલ જીત્યા છે, ચીનના કુલ મેડલની સંખ્યા 284 છે. બીજા ક્રમે રહેલા જાપાને 127 મેડલ જીત્યા છે. જાપાને 33 ગોલ્ડ, 45 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. કોરિયા 137 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. કોરિયાએ 32 ગોલ્ડ, 42 સિલ્વર અને 63 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ
ભારતે 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતની સ્ટાર એથ્લેટ વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
કબડ્ડીમાં શાનદાર જીત
ભારતીય મહિલા ટીમે કબડ્ડીમાં શાનદાર જીત મેળવી હતી. ભારતીય ટીમે કોરિયાને 56-23થી હરાવ્યું હતું. કોરિયા ભારત સાથે સ્પર્ધા કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયું.
બોક્સિંગ ફાઇનલમાં લવલિના, મેડલ કન્ફર્મ
ભારતની સ્ટાર મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેને 75 કિગ્રા વજન વર્ગમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લવલિનાએ મેડલ પાક્કો કર્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા પણ હાંસલ કર્યો છે.
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી
આજે સવારે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમ 2023 એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ અને અવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.