(Source: ECI/ABP News/ABP Majha)
Asian Games 2023: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ચીન જવા રવાના, ટીમ ઇન્ડિયા આ દિવસે રમશે પ્રથમ મેચ
Asian Games 2023: ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ ગુરુવારે એશિયન ગેમ્સ 2023માં ભાગ લેવા માટે મુંબઈથી ચીન જવા રવાના થઈ છે.
Asian Games 2023: ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ ગુરુવારે એશિયન ગેમ્સ 2023માં ભાગ લેવા માટે મુંબઈથી ચીન જવા રવાના થઈ છે. ભારતીય ટીમ 3 ઓક્ટોબરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
🏏Men's Cricket team is all set for #AsianGames2022! 🇮🇳🌟#TeamIndia have taken off from Mumbai airport, bound for Hangzhou, for their much-anticipated campaign at the #AsianGames2022. 🛫🏆
— SAI Media (@Media_SAI) September 28, 2023
We wish them the very best for their performance ⚡🌟👍🏻
Let's all #Cheer4India… pic.twitter.com/jYl0T2fqtw
SAIએ તેના એક્સ એકાઉન્ટ (અગાઉ ટ્વિટર ) પર મુંબઈથી ચીન જવા માટે રવાના થયેલી ભારતીય ટીમની તસવીરો પોસ્ટ કરી છે. SAIએ લખ્યું હતુ કે 'પુરુષોની ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2022 માટે તૈયાર છે. ભારતીય ટીમ મુંબઈ એરપોર્ટથી હાંગઝોઉ જવા રવાના થઈ હતી. અમે તેને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
નોંધનીય છે કે આઇસીસી ટી-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટોપ-5 રેન્કિંગ ટીમ છે. તેથી તેમને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ટીમોને ક્વાર્ટર ફાઇનલમાં સીધી રમશે. ભારતીય ટીમને ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
The Ruturaj Gaikwad-led #TeamIndia depart for the #AsianGames 👌👌#IndiaAtAG22 | @Ruutu1331 | @VVSLaxman281 pic.twitter.com/7yYkCLw5zM
— BCCI (@BCCI) September 28, 2023
ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશીપ કરશે
ઋતુરાજ ગાયકવાડને એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. શિવમ દુબે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતીય ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે.
એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયા (વરિષ્ઠ પુરૂષો)ની ટીમઃ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ , મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકિપર)