Asian Games 2023: નિખત જરીનનું શાનદાર પ્રદર્શન, ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી, સેમીફાઇનલમાં બનાવ્યું સ્થાન
સ્ટાર મહિલા બોક્સર નિખત જરીને 2023 એશિયન ગેમ્સમાં મેડલ કન્ફર્મ કર્યું છે. નિખતે મહિલાઓની 45-50 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન કન્ફર્મ કર્યં છે.
Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. હવે ભારતની સ્ટાર મહિલા બોક્સર નિખત જરીને મહિલાઓની 45 થી 50 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સાથે હવે આ ઈવેન્ટમાં તેમના માટે મેડલ પણ નિશ્ચિત થઈ ગયો છે.
🏅✅Secured medal at the Asian Games
— Sportskeeda (@Sportskeeda) September 29, 2023
🎟️ ✅ Secured Paris Olympics quota
Indian boxing's golden girl, Nikhat Zareen, has become unstoppable! 💪👏
Way to go, champ! 👑#Boxing #AsianGames2022 #AsianGames #SKIndianSports pic.twitter.com/xfeVkolZJF
ચોરોંગ બકને ક્વાર્ટર ફાઇનલમાં પરાજય મળ્યો હતો
નિખાતે બુધવારે એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેઓએ બીજા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાના ચોરોંગ બાક સામે 5-0થી જીત નોંધાવી હતી.
શૂટિંગ પર સોના-ચાંદીની વર્ષા, ઐશ્વર્યા પ્રતાપ સિંહે સિલ્વર જીત્યો
ભારતીય શૂટર ઐશ્વર્ય પ્રતાપ સિંહે વધુ એક મેડલ પોતાના નામે કર્યો છે. તેણે શુક્રવારે ટીમ ઈવેન્ટ જીત્યા બાદ 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ મેન્સ ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.ભારતે છઠ્ઠા દિવસે શૂટિંગમાં ધૂમ મચાવી દીધી છે. આજે ઈવેન્ટમાં ભારતે 5 મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ અને 3 સિલ્વરનો સમાવેશ થાય છે.
હાંગઝુ એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી છે. તેણે શૂટિંગમાં પહેલા સિલ્વર અને પછી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સિવાય તેણે ટેનિસમાં સિલ્વર પણ જીત્યો છે. ભારત માટે મહિલા ટીમે અહીં 10 મીટર એર પિસ્તોલમાં મેડલ જીત્યો હતો. પલક, ઈશા સિંહ અને દિવ્યા સુબ્બારાજુની ત્રિપુટીએ આ મેડલ જીત્યો હતો. પલક અને ઈશાએ આ ઈવેન્ટના વ્યક્તિગતમાં ગોલ્ડ અને સિલ્વર પણ જીત્યા હતા. આ સિવાય ભારતીય પુરુષ ટીમે 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઐશ્વર્યા પ્રતાસ સિંહ, સ્વપ્નિલ કુસલે અને અખિલ શેરોનની ત્રિપુટીએ આ ગોલ્ડ જીત્યો હતો.
પલક અને ઈશાએ પાકિસ્તાની ખેલાડીને હરાવ્યા હતા
પલક મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઈશા સિંહે સિલ્વર મેડલ જીત્યો હતો. પાકિસ્તાનની કિશમાલા તલતને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. પલકનો 242.1 અને ઈશાને 239.7નો સ્કોર કર્યો હતો. પલકે એશિયન ગેમ્સનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે આ સ્પર્ધામાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. જ્યારે કિશ્માલાએ 218.2નો સ્કોર કર્યો હતો. સ્પર્ધામાં ઈશાનો આ ચોથો મેડલ છે.તેમણે 50 કિગ્રામાં તેના અભિયાનની શરૂઆત હાંગઝોઉ 2023માં રાઉન્ડ ઓફ 32માં વિયેતનામી બોક્સર નગુયેનથી ટૈમને હરાવીને કરી હતી.બોક્સિંગમાં ભારતનો લક્ષ્ય ચાહર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શક્યો નહોતો. કિર્ગિસ્તાનના ઓમુરબેક બેકઝિગીટ ઉલુએ પુરૂષોની બોક્સિંગ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્યને હરાવ્યો હતો.
રાજ્યના આ જિલ્લાઓમાં પથ્થરમારાની ઘટનાઓ, ઘોઘંબામાં ગણેશ વિસર્જન દરમિયાન બબાલ
Asian Games 2023: શૂટિંગ પર સોના-ચાંદીની વર્ષા, ઐશ્વર્યા પ્રતાપ સિંહે સિલ્વર જીત્યો
Alert: સરકારે ગૂગલ ક્રોમ યુઝર્સ માટે જારી કરી ચેતવણી, અહીં જાણો તમારે શું ન કરવું જોઈએ