શોધખોળ કરો

રાજ્યના આ જિલ્લાઓમાં પથ્થરમારાની ઘટનાઓ, ઘોઘંબામાં ગણેશ વિસર્જન દરમિયાન બબાલ

પંચમહાલના ઘોઘંબામા ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બોલાચાલી બાદ બબાલ થતાં મારામારી સર્જાઇ હતી. જાણીએ શું છે સમગ્ર ઘટના

પંચમહાલ: ગણેશ વિસર્જન દરમિયાન રાજ્યમાં વધુ એક અનિચ્છનિય ઘટના બની છે. અહીં પંચમહાલના ઘોઘંબામાં ગણેશ વિસર્જન દરમિયાન વિજય રાઠવા નામના યુવક સાથે કેટલાંક લોકોએ માથાકૂટ કરી હતી બાદ તેના પર  હુમલાનો  પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં વિજય રાઠવાને માથાનાં ભાગે ઇજા  પહોચી છે. બંદોબસ્તમા હાજર પોલીસ કર્મીઓ વિજય રાઠવા નામના યુવકને ટોળા વચ્ચે થી છોડાવી સલામત સ્થળે લઈ ગઇ હતા આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઇ છે. જૂની અદાવત ને લઈ કેટલાક ઇસમ સાથે બબાલ થઇ હોવાની હકીકત   સામે આવી છે.
જોકે સીટી સ્કેન રિપોર્ટ સામાન્ય  આવવાથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ વિજય રાઠવા જાતે રજા લઈ જતાં રહ્યાં હતા.

સમગ્ર ઘટના બાદ   ઘોઘંબામાં સ્થાનિક વેપારીઓએ બંધનું  એલાન આપ્યું હતું.સ્વયંભુ બજારો બંધ રાખીને વેપારીઓએ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. સરપંચ સહિત 15 લોકો વિરૂદ્ધ FIRને લઈને વેપારીઓનો વિરોધ નોંધાવ્યો છે. વિજય રાઠવા,અન્ય લોકો વચ્ચેની માથાકુટનો વીડિયો   વાયરલ થયો છે.

ઘોઘમ્બા મા ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન બબાલના મામલે વેપારીઓ વેપાર ધંધા બંધ પાડી એક સ્થળે એકઠા થયા હતા. સ્થાનિક આગેવાનો દ્વારા સમાધાનના  પ્રયાસ થઇ રહ્યાં છે. ઘોઘંબા સ્થાનિક વેપારીઓ એ બંધનું એલાન આપ્યું છે , મુખ્ય બજારમાં દુકાનો વેપારીઓએ સ્વેચ્છાએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો હતો. ગઈ કાલે ગણેશ જીની વિસર્જન શોભા યાત્રા માં થયેલ બબાલ ને લઈ સરપંચ સહિત 15 લોકો સામે નોંધાયેલ પોલીસ ફરીયાદ ના વિરોધ મા વેપારીઓ એ બંધ નુ એલાન આપ્યું હતું.

વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જનમાં વિઘ્ન, બે જૂથ વચ્ચે પથ્થરમારો, જાણો શું છે સ્થિતિ

વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનાથી વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ.વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન  પથ્થરમારો થતાં  પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતોય મંજૂસર અને સાવલી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ મંજુસર ગામમાં  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઘટનાના પગલે  કેતન ઇમાનદારે કહ્યું કે,  શાંતિ ડહોળનાર કોઈ તત્વોને  છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે.

તો બીજી તરફ નર્મદામાં બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે વિધર્મી લોકો એ પથ્થરમારો કર્યો હતો.હાલ સેલંબામાં આગચંપીનો પણ બનાવ બન્યો  હતો. કુઇદા ગામ થી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે, નર્મદા જિલ્લાની ડી વાય એસ પી,એલ સી બી અને એસ ઓ જીની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. ઘટના સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસ ના સેલ પણ છોડવામાં આવ્યા હતા. નર્મદા પોલીસ પરિસ્થિતિ પર કાબુ મેળવવા ના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Embed widget