(Source: ECI/ABP News/ABP Majha)
પ્રથમ દિવસે જ ભારતના ખાતામાં સોનાનો વરસાદ, અંકુર ધામાએ પુરુષોની 5000m T11માં ગોલ્ડ જીત્યો
અંકુરે પોડિયમ સ્પોટ મેળવવા માટે 16:37.29 મિનિટમાં રેસ પૂરી કરીને તેના પ્રતિસ્પર્ધીઓને સરળતાથી હરાવી દીધા. આ પોડિયમ ફિનિશ સાથે, અંકુરે ટીમ ઇન્ડિયા માટે 5મો ગોલ્ડ મેડલ ઉમેર્યો.
Asian Para Games 2023: અંકુર ધામાએ એશિયન પેરા ગેમ્સ 2023માં પુરુષોની 5000m T11 ઈવેન્ટમાં ભારતનો પાંચમો સુવર્ણ ચંદ્રક મેળવ્યો. અંકુરે પોડિયમ સ્થાન મેળવવા માટે 16:37.29 મિનિટમાં રેસ પૂરી કરીને તેના પ્રતિસ્પર્ધીઓને સરળતાથી હરાવી દીધા. ભારતે આજે તેની ટેલીમાં 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત 12 મેડલ ઉમેરીને તેના અભિયાનની શરૂઆત કરી હતી.
ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન પેરા ગેમ્સ 2023માં સોમવારે ભારતના અંકુર ધામાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 5000 મીટરની દોડ 16:37.29 મિનિટમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 29 વર્ષીય અંકુર ધમા અર્જુન પુરસ્કાર વિજેતા છે.
અંકુર બાળપણમાં જ આંખોની રોશની ગુમાવી બેઠો હતો
અંકુર ઉત્તર પ્રદેશના બાગપતના ખેકરા નગરનો રહેવાસી છે. બાળપણમાં જ તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. અંકુર 2016 રિયો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતનો પ્રથમ અંધ એથ્લેટ હતો.
Another Golden Triumph for 🇮🇳 at #AsianParaGames 🥳#ParaAthletics
— SAI Media (@Media_SAI) October 23, 2023
Shoutout to @AnkurAthlete's sensational victory in the Men's 5000m T11 event 🥳
Many congratulations Champ👏💪🏻#Cheer4India#Praise4Para#HallaBol#JeetegaBharat 🇮🇳 pic.twitter.com/WPN7e303PR
આ ભારતીય ખેલાડીઓએ એશિયન પેરા ગેમ્સ 2023માં મેડલ જીત્યા છે
અવની લેખા (R2 10m એર રાઈફલ સ્ટેન્ડ SH1)- ગોલ્ડ
શૈલેષ કુમાર (હાઈ જમ્પ T63) – ગોલ્ડ
મરિયપ્પન થાંગાવેલુ (હાઈ જમ્પ T63) – સિલ્વર
ગોવિંદભાઈ રામસિંગભાઈ (હાઈ જમ્પ T63) – બ્રોન્ઝ
પ્રણવ સુરમા (ક્લબ થ્રો F51) - ગોલ્ડ
ધરમબીર (ક્લબ થ્રો F51)-સિલ્વર
અમિત કુમાર (ક્લબ થ્રો F51) – બ્રોન્ઝ
પ્રાચી યાદવ (મહિલા કેનો VL2) - સિલ્વર
મોનુ ઘંગાસ (પુરુષોના શોટ પુટ F11) - બ્રોન્ઝ
પ્રાચી યાદવે એશિયન પેરા ગેમ્સમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. પ્રાચી યાદવે કેનો VL2 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જે બાદ ભારત માટે મેડલનો વરસાદ થયો હતો.
પ્રણવ સુરમાએ F51 ક્લબ થ્રો ઈવેન્ટમાં 30.01 મીટરના પ્રયાસ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો અને એશિયન પેરા ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો, જ્યારે ધરમબીર (28.76m) અને અમિત કુમાર (26.93m) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા. ઈવેન્ટમાં માત્ર ચાર સ્પર્ધકો હતા, જેમાં સાઉદી અરેબિયાની રાધી અલી અલાર્થી 23.77 મીટરના થ્રો સાથે છેલ્લા સ્થાને રહી હતી.
સુરમાને 16 વર્ષની ઉંમરે અકસ્માત થયો હતો જેમાં તેની કરોડરજ્જુમાં ઈજા થઈ હતી અને તે લકવો થઈ ગયો હતો. આ પછી તેણે પેરા સ્પોર્ટ્સમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું, 29 વર્ષીય ખેલાડીએ 2019 બેઇજિંગ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાં પ્રી ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. F51 ક્લબ થ્રો ઇવેન્ટ એથ્લેટ્સ માટે છે જેમની કમર, પગ અને હાથની આસપાસની હિલચાલ નોંધપાત્ર રીતે પ્રભાવિત છે. આમાં, સ્પર્ધકો બેસીને સ્પર્ધા કરે છે અને ખભા અને હાથની તાકાત પર આધાર રાખે છે.