Asian Para Games: અંકુર ધામાએ પુરુષોની 1500 મીટરમાં જીત્યો ગોલ્ડ, એશિયન ગેમ્સમાં આ બીજો ગોલ્ડ મળ્યો
Asian Para Games: ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ, અંકુર ધામાએ પુરુષોની 1500 મીટરમાં ગોલ્ડ જીત્યો
Asian Para Games: ભારતીય એથ્લેટ અંકુર ધામાએ બુધવારે ચીનના હાંગઝોઉમાં પુરુષોની 1500m-T11ની ફાઇનલમાં 4:27.70 સેકન્ડની આકર્ષક દોડ સાથે જીતીને તેનો બીજો એશિયન પેરા ગેમ્સ 2023 ગોલ્ડ મેડલ જીત્યો હતો. સોમવારે, 29 વર્ષીય અર્જુન પુરસ્કાર વિજેતાએ 16:37.29 મિનિટમાં રેસ પૂરી કરીને પુરુષોની 5000 મીટર T11 ઇવેન્ટમાં પોડિયમ સ્થાન મેળવ્યું હતું.
ભારત હાલમાં 12 ગોલ્ડ, 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ સહિત 48 મેડલ સાથે છઠ્ઠા ક્રમે છે. ધામાએ પુરુષોની 5000 મીટર T11 ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું.
અંકુરે 16:37.29 મિનિટના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિલ્વર મેડલ કિર્ગિસ્તાનના અબ્દુવાલીએ 17:18.74 મિનિટના સમય સાથે જીત્યો હતો. ડિફેન્ડિંગ પેરાલિમ્પિક ચેમ્પિયન સુમિત એન્ટિલે બુધવારે અહીં હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં F64 ભાલા ફેંક સ્પર્ધામાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો.
ANKUR DHAMA WON HIS SECOND GOLD 🤩
— The Khel India (@TheKhelIndia) October 25, 2023
BRILLIANT PERFORMANCE BY HIM 👏🙌#AsianParaGamespic.twitter.com/8SsNtlVhEg
અંકુર ધામાની આંખોમાં પાંચ વર્ષની ઉંમરે હોળીનો રંગ વયો ગયો હતો. પરિવારજનોએ તેની ઘણી સારવાર કરાવી, પરંતુ તેની આંખોની રોશની પાછી આવી નહીં. આ પછી અંકુરને દિલ્હીના લોધી રોડ પર સ્થિત જેપીએમ સિનિયર સેકન્ડરી સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડમાં દાખલ કરવામાં આવ્યો.
અહીંથી જ અંકુરનું જીવન બદલાઈ ગયું. અંકુરનો રમત પ્રત્યેનો ઝોક જોઈને શિક્ષકોએ તેને રેસમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. જ્યાં અંકુરે સાબિત કર્યું કે ઈચ્છાશક્તિથી મોટી કોઈ શક્તિ નથી અને તે રમતગમતમાં આગળ વધતો રહ્યો.
અંકુર છેલ્લા ઘણા સમયથી પગમાં ઈજાથી પીડાતો હતો અને તેમાંથી સ્વસ્થ થયા બાદ તેણે એશિયન પેરા ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અર્જુન એવોર્ડ મળ્યો છે
અંકુરના ભાઈ ગૌરવ ધામે જણાવ્યું કે અંકુરને વર્ષ 2009માં મોટી સફળતા મળી હતી. અંકુર ધામાએ વર્લ્ડ યુથ એન્ડ સ્ટુડન્ટ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી હતી. અંકુર ધામાએ 2014માં એશિયન પેરા ગેમ્સમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
2016માં પેરા ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, જોકે ત્યાં મેડલ મેળવી શક્યો નહોતો. આ પછી, વર્ષ 2018 માં, અંકુરને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને તે બાગપતના છ અર્જુન એવોર્ડ મેળવનારાઓમાં એકમાત્ર પેરા પ્લેયર છે.