રોહિતે આ મેચમાં શિખર ધવન સાથે 47 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બંને વન-ડેમાં 4 હજાર રન જોડનાર દુનિયાની ચોથી જોડી બની ગઈ છે.
2/3
નવી દિલ્હીઃ એડિલેડના ઓવલ મેદાન પર રમાયેલ બીજી વનડેમાં ભારતે 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ રીતે ત્રણ વનડેની સીરીઝમાં 1-1થી બરાબર થઈ ગઈ છે. આ ઔતિહાસીક જીતને રોહિત શર્માએ પોતાના માટે યાદગાર બનાવી લીધી છે.
3/3
રોહિતે એડિલેડમાં બીજી વન-ડેમાં 2 સિક્સર ફટકારી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે તેની 89 સિક્સરો થઈ ગઈ છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઈલના નામે હતો. ગેઈલે ઇંગ્લેન્ડ સામે 88 સિક્સર ફટકારી છે.