શોધખોળ કરો
Advertisement
INDvAUS: બીજી ટી20માં ઓસ્ટ્રેલિયાનો સાત વિકેટે વિજય, 2-0થી જીતી સીરીઝ, મેક્સવેલની સદી
બેંગલુરુઃ બેંગલુરુમાં રમાયેલી બીજા અને નિર્ણાયક ટી20માં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને સાત વિકેટથી હરાવી બે મેચની ટી20 સીરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. આ પહેલા પ્રથમ ટી20 મેચમાં કંગારુ ટીમે વિશાખાપટ્ટનમમાં 3 વિકેટથી જીત મેળવી હતી. તેના બાદ હવે બીજી અને નિર્ણાયક ટી20માં ભારતને 7 વિકેટથી હરાવી ટી-20 સીરીઝી જીતી લીધી છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા હતા. અને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19.4 ઓવરમાં 194 રન બનાવી આ મેચ જીત હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલે 113 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 9 છગ્ગા 7 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે શોર્ટે 40 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાના તરફથી કોહલીએ 38 બોલમાં 72 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જેમાં તેણે બે ફોર અને છ સિક્સ ફટકારી હતી. ધોનીએ 23 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સની મદદથી 40 રન બનાવ્યા હતા.
7.1 ઓવરમાં ભારતનો સ્કોર વિના વિકેટે 61 રન હતો તે 10.5 ઓવરમાં 74 રન પર ત્રણ વિકેટ થઈ ગયો હતો. લોકેશ રાહુલ 47, શિખર ધવન 14 અને રિષભ પંત 1 રન બનાવી આઉટ થયા હતા. જે બાદ ધોની અને કોહલીએ ઇનિંગ સંભાળી હતી.
ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. રોહિત શર્મા, ઉમેશ યાદવ, મયંક માર્કેડેયને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ વિરાટ કોહલી, લોકેશ રાહુલ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, કૃણાલ પંડ્યા, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, વિજય શંકર, સિદ્ધાર્થ કૌલ, શિખર ધવન, દિનેશ કાર્તિકAn outstanding knock of 113* from Maxwell guides the visitors to a 7-wkt victory in the second T20I. Australia win the series 2-0 #INDvAUS pic.twitter.com/CAdMFQdBa5
— BCCI (@BCCI) February 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion