નવી દિલ્હીઃ થોડા વર્ષો પહેલા જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં લેંગર, હેડન અને પોન્ટિંગ જેવા દિગ્ગજ બેટ્સમેનો હતા ત્યારે આ ટીમને હરાવવી સૌથી મુશ્કેલ કામ હતું. ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેનોનો ભારતનો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જ ટક્કર આપતો હતો. મેદાન પર લેંગર અને સચિનનો સામનો અનેક વખત થયો હતો પરંતુ હવે ફરીવાર બંને બેટ્સમેનો સામ-સામે આવી ગયા છે.
2/5
મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે ડિફેન્સિવ બેટિંગ કરીને 7 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા. જેને લઈ સચિને ટ્વિટ કર્યું કે, ‘મેં ક્યારેય ઓસ્ટ્રેલિયાની ટીમને આટલું સંરક્ષણાત્મક રમતી જોઈ નથી. ટીમ ઈન્ડિયાએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને મેચ પરથી પકડ ઢીલી ન કરવી જોઈએ.’
3/5
સચિનના આ હુમલાનો જવાબ આપતાં લેગરે કહ્યું કે, હાં મેં સચિનની ટ્વિટ જોઈ. હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે સચિન ઓસ્ટ્રેલિયામાં રમવા આવ્યો ત્યારે તેને એલન બોર્ડર અને ડેવિડ બૂન જેવા ખેલાડી સાથે રમવાનો મોકો મળ્યો. આ દિગ્ગજનો કુલ અનુભવ 300-400 ટેસ્ટ મેચનો હતો. હાલની ટીમના ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં નવા છે, સંઘર્ષ કરી રહ્યા છે અને ટેસ્ટ ક્રિકેટને સમજી રહ્યા છે.
4/5
લેંગરનું કહેવું હતું કે, બીજા દિવસની રમત બાદ આ પ્રકારની વાતો થશે તેવી મને ખબર હતી. આ વાતો અમારા ખેલાડીઓને પ્રભાવિત કરે છે અને તેનાથી ખરાબ વાત કોઈ ન હોઈ શકે. જોકે, તેમણે સ્વીકાર્યું કે અશ્વિન સામે તેની ટીમે થોડી વધારે આક્રમકતાથી બેટિંગ કરવાની જરૂર હતી.
5/5
એડિલેડમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન સચિન ટ્વિટર પર ઓસ્ટ્રેલિયાની ટીમ પર શાબ્દિક પ્રહાર કર્યો છે. જેનો જવાબ આપવા ઓસ્ટ્રેલિયાનો કોચ જસ્ટિન લેંગર મજબૂર થયો હતો.