શોધખોળ કરો
Advertisement
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલવાની આ ભારતીય રેસલરે કરી માંગ, શું આપ્યું કારણ ? જાણો
દેશના સર્વોચ્ચ ખેલ રત્ન પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલવાની સ્ટાર રેસલર બોબીતા ફોગાટે કરી છે.
નવી દિલ્હી: ભારતીય મહિલા રેસલર બબીતા ફોગાટ પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેમણે દેશના સર્વોચ્ચ ખેલ રત્ન પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ કોઈ પ્રતિષ્ઠિત ખેલાડીના નામ પર રાખવું જોઈએ.
બબીતા ફોગાટે ટ્વિટ કરી કે, “સ્પોર્ટ્સના પુરસ્કાર કોઈ મહાન અથવા સન્માનિત ખેલાડીના નામ પરથી હોવા જોઈએ, કોઈ રાજનેતાના નામ પર નહીં.” ફોગાટે તેને એક સૂચનની જેમ રજૂ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું, “રાજીવ ગાંધી ખેલ રત્નનું નામ કોઈ ખેલાડીના નામ પર રાખવાનું સૂચન આપને કેવું લાગ્યું.”
તેમણે વધુમાં કહ્યું કે, ખેલ રત્ન પુરસ્કારનું નામ રાજીવ ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેની જગ્યાએ આ કોઈ મહાન ખેલાડીના નામ પર રાખવામું આવ્યું હોત તો વધુ યોગ્ય હોત.
સ્ટાર રેસલરે કહ્યું કે, નામ બદલવા પર ખેલાડી પુરસ્કાર લેતી વખતે ગૌરવ અનુભવશે. તેમણે કહ્યું કે, “આપણા દેશમાં ઘણા બધા ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન છે . ખેલાડી પણ પુરસ્કાર લેતી વખતે વધુ ગર્વ લેશે અને પ્રેરણા અનુભવશે જો આ કોઈ પ્રતિષ્ઠિત ખેલાડીના નામ પર હશે.”
બબીતા ફોગાટ ખુદ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ખેલ રત્ન દેશનું સર્વોચ્ચ ખેલ સન્માન છે અને તેને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નામ પર રાખવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement