શોધખોળ કરો
Advertisement
ભારત પ્રવાસ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, ટેસ્ટ અને ટી20માં આ નવા ખેલાડીઓને સોંપવામાં આવી કેપ્ટનશીપ
ખાસ વાત તો એ છે કે ભારત પ્રવાસમાં બાંગ્લાદેશ ક્રિકેટના સ્ટાર ખેલાડીઓ ગેરહાજર છે, જેમાં શાકિબ અલ હસન, સૈફૂદ્દીન અને તમીમ ઇકબાલ ભારત પ્રવાસમાં નથી
નવી દિલ્હીઃ આઇસીસી દ્વારા શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યાના થોડાક સમય બાદ જ બાંગ્લાદેશ બોર્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી, સાથે નવા કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી હતી. બીસીબીએ મોમિનુલ હકને ભારત વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સીરીઝમાં કેપ્ટન બનાવ્યો, તો મહમુદુલ્લા રિયાદને ટી20 માટે કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી.
ખાસ વાત તો એ છે કે ભારત પ્રવાસમાં બાંગ્લાદેશ ક્રિકેટના સ્ટાર ખેલાડીઓ ગેરહાજર છે, જેમાં શાકિબ અલ હસન, સૈફૂદ્દીન અને તમીમ ઇકબાલ ભારત પ્રવાસમાં નથી.
બાંગ્લાદેશ ટીમ....
બાંગ્લાદેશ ટેસ્ટ ટીમઃ- શાદમાન ઇસ્લામ, ઇમરુલ કાયેસ, સૈફ હસન, મોમિનુલ હક (કેપ્ટન), લિટન દાસ, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ, મોહમ્મદ મિથુન, મોસાદેક હુસેન, મેહદી હસન મિરાજ, તયાજુલ ઇસ્લામ, નઇમ હસન, મુસ્તાફિઝૂર રહેમાન, અલીન હુસેન, હુસેન હુસેન.
બાંગ્લાદેશી T20 ટીમઃ- સૌમ્યા સરકાર, મોહમ્મદ નઇમ, મહમુદુલ્લાહ રિયાઝ (કેપ્ટન), આફિક હુસેન, મોસદેક હુસેન, અનિમુલ ઇસ્લામ, લિટન દાસ, મુશ્ફિકૂર રહીમ, અરાફાત સની, અલ-અમીન હુસેન, મુસ્તિફિઝૂર રહેમાન, શફિક ઇસ્લામ, અબુ હૈદર, તૈઝૂલ ઇસ્લામ.
નોંધનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝ રમાવવાની છે, જેમાં પહેલી ટી20 3 નવેમ્બરે દિલ્હીમાં, બીજી ટી20 7 નવેમ્બરે રાજકોટમાં અને ત્રીજી ટી20 10 નવેમ્બરે નાગપુરમાં રમાવવાની છે.
બાદમાં ભારત અને બાંગ્લેદશ વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાવવાની છે. પ્રથમ ટેસ્ટ 14 નવેમ્બરે ઇન્દોરમાં, વળી બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે ઇડન ગાર્ડનમાં રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement