અલબત્ત, ધોની સીનિયર ખેલાડી હોવાથી તેને પડતો મૂકીને અપમાનજનક સ્થિતીમાં ના મૂકવો પડે એટલે પસંદગીકારોએ તેને નિર્ણય લેવા કહી દીધું છે. ધોની વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્તમાન વનડે શ્રેણી પછી નિવૃત્તિ જાહેર નહીં કરે તો હવે પછી તેને ટીમમાંથી પડતો મૂકાશે તેવી સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે તેવા અહેવાલ છે.
3/5
પસંદગીકારો હવે લાગતું નથી કે ધોની ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-20 વર્લ્ડકપનો ભાગ લે તેટલો સક્ષમ રહે. એટલે જ બોર્ડે ધોનીના સ્થાને નવા ખેલાડીઓની શોધ શરૂ કરી દેવી જોઇએ તેવું કહી દેવાયું છે. ધોની રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે તેને સ્થાને નવા ખેલાડીને તક આપવાનો મત મોટા ભાગના પસંદગીકારો ધરાવે છે.
4/5
ધોનીને ટી-20 ટીમમાંથી બહાર કરાયો તે મુદ્દો ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એવા અહેવાલ છે કે, પસંદગીકારોએ તેને ટીમથી બહાર કરી ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે નવા ખેલાડીઓને તક આપવાનો નિર્ણય લીધો છે. પસંદગીકારોએ ટીમ મેનેજમેન્ટ મારફતે ધોનીને પોતાનો નિર્ણય જણાવ્યો છે.
5/5
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ટી-20 ટીમમાંથી પડતો મૂકાયો તેના કારણે તેના ચાહકો આઘાતમાં છે ત્યાં તેમના માટે બીજા આઘાતના સમાચાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પસંદગીકારો ધોનીને વનડે ટીમમાંથી પણ પડતો મૂકવાનો નિર્ણય લઈ ચૂક્યા છે.