શોધખોળ કરો
Advertisement
BCCI એ સ્ટાર ખેલાડીઓને 10 મહિનાથી નથી આપી સેલરી, આટલી મેચની ફી મળવાની છે બાકી, જાણો વિગત
બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનારા ખેલાડીને ચાર ગ્રેડમાં વહેંચવમાં આવ્યા છે. એ પ્લસ ગ્રેડમાં વિરાટ કોહલી, રોહિત શરમા અને જસપ્રીત બુમરાહ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક બોર્ડ છે. પરંતુ તેમ છતાં બીસીસીઆઈએ તેના સ્ટાર ખેલાડીઓને છેલ્લા 10 મહિનાથી પગાર નથીચુકવ્યો. બોર્ડે ગત વર્ષે 27 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ તમામ ખેલાડી 10 મહિનાથી સેલરીની રાહ જોઈ રહ્યા છે, ગત વર્ષે ખેલાડીઓને ઓક્ટોબરમા સેલરી મળી હતી.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનારા ખેલાડીઓને બીસીસીઆઈ વર્ષમાં ચાર વખત ચૂકવણી કરે છે. સેલરી ઉપરાંત ખેલાડીઓની મેચ ફી પણ બાકી છે. ડિસેમ્બર બાદથી ટીમ ઈન્ડિયાએ 2 ટેસ્ટ મેચ, 9 વન ડે અને 9 ટી-20 મેચ રમી છે. આ તમામ મેચી ફી ખેલાડીઓને આપવાં આવી નથી.
અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈ તરફથી ખેલાડીઓને 99 કરોડ રૂપિયા બાકી છે. બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનારા ખેલાડીને ચાર ગ્રેડમાં વહેંચવમાં આવ્યા છે. એ પ્લસ ગ્રેડમાં વિરાટ કોહલી, રોહિત શરમા અને જસપ્રીત બુમરાહ છે. ત્રણેય ખેલાડીઓને બોર્ડ 7 કરોડ રૂપિયા વાર્ષિક ચૂકવે છે.
આ ઉપરાંત A, B, C ગ્રેડના ખેલાડીઓને ક્રમશઃ 5 કરોડ, 3 કરોડ અને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. મેચ ફીની વાત કરવામાં આવે તો ટેસ્ટ માટે 15 લાખ, વન ડે માટે 6 લાખ અને ટ્વેન્ટી ટ્વેન્ટી માટે 3 લાખ રૂપિયા મળે છે. ઈન્ડિયન એક્સપ્રેસે તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે 8 ખેલાડીઓને છેલ્લા 10 મહિનાથી સેલરી નહીં મળી હોવાનું સ્વીકાર્યું છે. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
Unlock 3: જિમ અને યોગ સંસ્થાઓ માટે સરકારે બહાર પાડી નવી ગાઇડલાઇન, જાણો કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન
મોદી સરકારના આ દિગ્ગજ મંત્રી થયા સેલ્ફ ઓઈસોલેટ, શનિવારે અમિત શાહ સાથે કરી હતી મુલાકાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement