શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં શું છે મતભેદ ? BCCIએ પ્રથમ વખત જણાવી સચ્ચાઈ, જાણો વિગતે
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વર્લ્ડકપ દરમિયાન મતભેદ થયા હતા. વર્લ્ડકપ દરમિયાન લેવામાં આવેલા કેટલાક ફેંસલાના કારણે બંને ખેલાડીઓ વચ્ચે મતભેદ વકર્યો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વર્લ્ડકપ દરમિયાન મતભેદ થયા હતા. વર્લ્ડકપ દરમિયાન લેવામાં આવેલા કેટલાક ફેંસલાના કારણે બંને ખેલાડીઓ વચ્ચે મતભેદ વકર્યો હતો. જેમાં શમીને સેમિ ફાઇનલમાં ન રમાડવો અને જાડેજાને ઓછા મોકા આપવાની વાત હતી. સેમિ ફાઈનલમાં હાર બાદ આ વાતને વધારે હવા મળી હતી અને રોહિત શર્મા સૌથી પહેલા પરિવાર સાથે મુંબઈ પરત ફર્યો હતો.
હવે રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. જેના પર અનુષ્કાએ ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે એક બુદ્ધિશાળી વ્યક્તિ અંગે કંઈ ન કહી શકાય. સત્ય ક્યારેય અસત્યના પડછાયામાં આવતું નથી. રોહિતે કોહલીને પહેલા જ અનફોલો કર્યો હતો. જેના પરથી બંન વચ્ચે જરૂર કંઈક છે પરંતુ ખુલીને બોલવા તૈયાર નથી તે સ્પષ્ટ થાય છે.
હવે બીસીસીઆઈના વહીવટદારોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે કોહલી અને રોહિત શર્મા વચ્ચે મતભેદ હોવાના સમાચારને ફગાવી દીધા છે. તેમણે આ પ્રકારના સમાચાર માટે મીડિયાને જવાબદાર ગણાવ્યું છે અને કહ્યું હતું કે મીડિયાએ આવો માહોલ બનાવ્યો છે. આવા પ્રકારની બધી કહાનીઓ તમે લોકોએ તૈયાર કરી છે.
ગત સપ્તાહે રોહિત અને કોહલી વચ્ચે મતભેદના સમાચાર આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે અને ટીમ ઇન્ડિયાના પરાજય પછી બંને વચ્ચે વાતચીત બંધ છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે 29 જુલાઈએ રવાના થશે. જેમાં 3 ઓગસ્ટથી શ્રેણીનો પ્રારંભ થશે. ભારત 3 વન-ડે, 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચ રમશે.
મિસાઇલ મેન અબ્દુલ કલામની આજે ચોથી પુણ્યતિથિ, જાણો તેમના જીવન વિશે રસપ્રદ વાતો
ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનાવનારો આ ખેલાડી હતો દર્દથી પરેશાન, પેન કિલર લઈને રમ્યો, જાણો વિગત
રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, NDRFની ટીમો કરાઈ તૈનાત, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion