શોધખોળ કરો
Advertisement
પુલવામામાં શહીદ જવાનોના પરિવારને BCCI કરશે મદદ,જાણો કેટલી કરશે સહાય ?
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા 40 સીઆરપીએફ જવાનનો શોક દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. એવામાં શહીદ જવાનોના પરિવારોની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ મોટી પહેલ કરી છે.
બીસીસીઆઇના પ્રેસિડેન્ડ સીકે ખન્નાએ સીઓએ ચીફ વિનોદ રાયને પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 5 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની અપીલ કરી છે.
વાંચો: વિક્કી કૌશલ સહિત ફિલ્મ‘ઉરી’ની ટીમ શહીદ જવાનોના પરિવારને કેટલા રૂપિયાની કરશે મદદ?
આ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે પણ ટ્વીટ કરી કહ્યું હતું કે શહીદ જવાનોના બાળકોને પોતાની સ્કૂલ સહેવાગ ઇન્ટરનેશનલમાં મફ્ત શિક્ષણ આપશે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધારે જવાનોના શહીદ થઈ ગયા હતા. આ હુમલાની જવાબદરી પાકિસ્તાન સ્થિત આતંકી
સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. હુમલાવરની ઓળખ કમાંડર આદિલ અહમદ દાર તરીકે થઇ છે.
પુલવામા હુમલો: મોદી સરકારના કયા મહિલા મંત્રીએ શહીદો માટે આપ્યો એક મહિનાનો આખો પગાર, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement