શોધખોળ કરો

ICC એ લગાવી પાકિસ્તાનને ફટકાર, કહ્યું- ટીમ ઈન્ડિયાએ અમને પૂછીને પહેરી હતી આર્મી કેપ

નવી દિલ્હીઃ ધોનીના હોમ ટાઉન રાંચીમાં ટીમ ઈન્ડિયા આર્મી કેમ પહેરીને મેદાનમાં ઉતર્યા બાદ પાકિસ્તાને ICCમાં ફરિયાદ કરી હતી. આઈસીસીએ આ મુદ્દે પીસીબીને ફટકાર લગાવતાં કહ્યું કે, ભારતીય ટીમે અમને પૂછીને આ ખાસ કેપ પહેરી હતી. આઈસીસીએ સોમવારે કહ્યું કે, ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વન ડે મેચમા દેશના સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સૈનિકો જેવી ટોપી પહેરવાની મંજૂરી માંગી હતી. પાકિસ્તાને તેના પર વાંધો ઉઠાવ્યો હતો. રાંચીમાં 8 માર્ચના રોજ રમાયેલી ત્રીજી વન ડેમાં ભારતીય ટીમે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના સન્માનમાં આર્મી કેપ પહેરીને મેદાનમાં ઉતરી હતી અને મેચ ફી દાન કરી હતી. આઈસીસીએ નિવેદનમાં જણાવ્યું કે, બીસીસીઆઈએ ભંડોળ એકત્ર કરવા તથા શહીદ સૈનિકોની યાદમાં ટોપી પહેરવાની મંજૂરી માંગી હતી અને તેની મંજૂરી આપવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને આ અંગે પત્ર લખ્યો હતો અને આ રીતની ટોપી પહેરવા માટે ભારત સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પીસીબી પ્રમુખ એહસાન મનીએ રવિવારે કરાંચીમાં કહ્યું હતું કે, તેમણે અન્ય કોઇ હેતુથી આઇસીસીની મંજૂરી લીધી નહોતી અને તેનો ઉપયોગ બીજા હેતુ માટે કરવામાં આવ્યો તે સ્વીકાર્ય નથી. આ અંગે પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે,  ‘આ ફક્ત ક્રિકેટ નથી. મને આશા છે કે ICC રમત પર થઇ રહેલી રાજનીતિને લઇને કાર્યવાહી કરશે. જો ભારતીય ક્રિકેટ ટીમ આ બધુ બંધ નહીં કરે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમે કાળી પટ્ટી પહેરીને ઉતરવું જોઇએ અને વિશ્વનેને કાશ્મીરમાં થઇ રહેલા ભારતનાં અત્યાચારોને ઉજાગર કરવા જોઇએ.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget