શોધખોળ કરો
વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી માટે આજે ટીમ ઈન્ડિયાની પસંદગી, આ ખેલાડીને મળી શકે છે તક
1/5

ત્રણ સપ્તાહના બ્રેક બાદ કેપ્ટન વિરાટ કોહલી ટીમમાં પરત ફરવાની આશા છે. જ્યારે રહાણે, પૂજારા, પંતની પસંદગી નક્કી છે. પૃથ્વી શો અને મયંક અગ્રવાલ જેવા યુવાઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં અઢળક રન બનાવ્યા હોવાથી તેમને મોકો મળી શકે છે. પૃથ્વીની ઈંગ્લેન્ડ સામે અંતિમ બે ટેસ્ટમાં પસંદગી થઈ હતી પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયો નહોતો. હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હોવાથી તેની પસંદગીની શક્યતા નહીંવત છે.
2/5

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે બુધવારે ટીમની પસંદગી થશે. પસંદગી દરમિયાન ખેલાડીઓના ફોર્મ અને ફીટનેસને લઈ સમીક્ષા થશે. જેમાં ઈશાંત શર્મા, અશ્વિનનો સમાવેશ થાય છે. મુરલી વિજયે કાઉન્ટી ક્રિકેટમાં રન કર્યા છે પરંતુ ઇંગ્લેન્ડ પ્રવાસમાં કંગાળ દેખાવ કર્યો હોવાથી તેને અધવચ્ચેથી જ પરત મોકલી દેવામાં આવ્યો હતો. તેની વાપસી થઈ શકે છે. એશિયા કપમાં શાનદાર દેખાવ કરનારો શિખર ધવન ટેસ્ટ ટીમમાં સ્થાન જાળવી રાખી શકે છે.
Published at : 26 Sep 2018 08:16 AM (IST)
View More





















