શોધખોળ કરો
15ની સાથે સાથે આ 4 ખેલાડીઓ પણ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની સાથે રહેશે, જાણો વિગતે
BCCIએ 15 સભ્યો વાળી કોહલી બ્રિગેડની મદદ કરવા માટે ઇંગ્લેન્ડમા ખાસ ઇન્તજામ કર્યો છે. બોર્ડે ફાસ્ટ બૉલર ખલીલ અહેમદ, ઓવેશ ખાન, દીપક ચાહર અને નવદીપ સૈનીને પણ મોકવાનો નિર્ણય કર્યો છે. આ ચાર ખેલાડીઓ ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ દરમિયાન નેટ પ્રેક્ટિસમાં મદદ કરશે

નવી દિલ્હીઃ સોમવારે વર્લ્ડકપ 2019 માટે 15 સભ્યોવાળી ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. 30મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થતા ક્રિકેટના મહાસમરમાં ત્રીજી વાર વર્લ્ડકપ કબ્જે કરવા મેદાને ઉતરશે. ટીમ ઇન્ડિયાની પહેલી મેચ 5મી જૂને સાઉથ આફ્રિકા સામે રમાવવાની છે. BCCIએ 15 સભ્યો વાળી કોહલી બ્રિગેડની મદદ કરવા માટે ઇંગ્લેન્ડમા ખાસ ઇન્તજામ કર્યો છે. બોર્ડે ફાસ્ટ બૉલર ખલીલ અહેમદ, ઓવેશ ખાન, દીપક ચાહર અને નવદીપ સૈનીને પણ મોકવાનો નિર્ણય કર્યો છે. આ ચાર ખેલાડીઓ ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ દરમિયાન નેટ પ્રેક્ટિસમાં મદદ કરશે. હાલમાં આ ચારેય ખેલાડીઓ આઇપીએલમાં રમી રહ્યાં છે, અને સારી બૉલિંગનુ પ્રદર્શન કરી રહ્યા છે.
વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયા... વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી.
વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયા... વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી. વધુ વાંચો





















