શોધખોળ કરો
Advertisement
બોલરે ફેંક્યો એવો ખતરનાર બોલ કે બેટ્સમેનના બેટના ફુરચા ઊડી ગયા, જુઓ Video
બીબીએલએ આ વીડિયો શેર કર્યો છે. જેમાં શોન માર્શનું બેટ તૂટી ગયું છે.
નવી દિલ્હીઃ બિસ બેશ લીગમાં મેલબર્ન રેનેગેડ્સના બેટ્સમેન શોન માર્શનું બેટ કંઈ એ રીતે તૂટ્યું કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેલબર્ન રેનેગેડ્સ અને મેલબર્ન સ્ટાર્સની વચ્ચે મેચ દરમિયાન શોન માર્શનું બેટ એક શોટ પર તૂટી ગયું. બિગ બેશ લીગમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલ લાંસ મોરિસની બોલ પર માર્શનું બેટ તૂટી ગયું હતું. શોન માર્શે શાનદાર બેટિંગ કરી અને 43 બોલ પર 63 રન બનાવીને આઉટ થયા. મેલબર્ન રેનેગેડ્સને માર્શ અને માર્કસ હેરિસે શાનદાર શરૂઆત અપાવી.
મળતી માહિતી મુજબ ચોથી ઓવરમાં મોરિસ જ્યારે બોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન અંતિમ બોલ પર મેલબોર્ન રેનેગેડ્સના ખેલાડી શોન માર્શ સ્ટ્રાઇક પર હતો. જ્યારે તેને મોરિસની બોલ પર શોટ માર્યો તો તેના બેટના 2 ટુકડા થઈ ગયા. ત્યાર બાદ માર્શે બેટને ઉઠાવી બધાને દેખાડ્યું અને નવા બેટ માટે પેવેલિયન તરફ ઇશારો કર્યો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. બીબીએલએ આ વીડિયો શેર કર્યો છે. જેમાં શોન માર્શનું બેટ તૂટી ગયું છે. આ રીતે લાંસ મોરિસનો બિગ બેશ લીગમાં પ્રથમ શિકાર શોન માર્શનું બેટ જ રહ્યું. ખુદ માર્શ પર પોતાનું બેટ તૂટી જતા હેરાન રહી ગયા હતા.Lance 'Wild Thing' Morris has his first Big Bash victim... Shaun Marsh's bat!! 😳 #BBL09 pic.twitter.com/p4c0OtHEGM
— KFC Big Bash League (@BBL) January 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement