શોધખોળ કરો
Advertisement
સચિન તેંડુલકરને ગળે લગાડવા ઈચ્છે છે આ પાકિસ્તાની બેટ્સમેન
હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભાગ બનેલ બેટ્સમેન આબિદ અલીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
નવી દિલ્હીઃ હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભાગ બનેલ બેટ્સમેન આબિદ અલીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રવિવારે આબિદ અલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વર્લ્ડ કપ દરમિયાન સચિન તેંડુલકર પાસેથી ક્રિકેટિંગ ટિપ્સ લેશે અને તેને ગળે લગાવવા ઈચ્છે છે.
આબિદે પત્રકારોને કહ્યું કે, ‘મારી સચિન તેંદુલકરને મળવાની ખૂબ જ ઈચ્છા છે. નિશ્ચિત રીતે હું તેને ગળે લગાડવા ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે જે રીતે દરેક મહાન ખેલાડીઓ યુવાઓને મળે છે. તેઓ મને નિરાશ નહીં કરે.’ તેણે કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે જો હું સચિન પાસેથી ક્રિકેટ અંગે કોઈ સલાહ લેવા ઈચ્છું તો તે સકારાત્મક જવાબ આપશે.’
આબિદે કહ્યું કે પોતાના આદર્શ ખેલાડી તેંદુલકર સાથેની મુલાકાત તેના માટે યાદગાર રહેશે. તેણે કહ્યું કે, ‘એ દિવસ મારી જિંદગીનો સૌથી સારો દિવસ હશે. જ્યારે હું તેને (તેંદુલકર)ને મળીશ. કારણકે તે દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક છે. વેસ્ટ ઈન્ડીઝના વિવ રિચર્ડ્સ પણ મહાન બેટ્સમેન છે અને દરેક મહાન ખેલાડીઓને મળવા ઈચ્છું છું.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement