FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર
FIFA World Cup Qatar 2022 : ફિફા વર્લ્ડ કપ 2022નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ માટે કતારના સ્ટેડિયમમાં તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે છે.
FIFA World Cup 2022 : ભારતીય એજ્યુકેશન ટેક્નોલોજી ફર્મ BYJU'S ને ગુરુવારે FIFA વર્લ્ડ કપ કતાર 2022 ના સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર કરવામાં આવી છે. FIFA વર્લ્ડ કપ કતાર 2022 ના સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેરાત પહેલા BYJU'Sના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી જાહેરાત કરવામાં આવી હતી કે અમારી પાસે કંઈક નવા સમાચાર છે.
We have some exciting news coming your way soon!#BYJUS #KeepLearning #StayTuned pic.twitter.com/JaFIskWnyH
— BYJU'S (@BYJUS) March 24, 2022
બેંગલુરુ સ્થિત એજ્યુકેશન ટેક્નોલોજી ફર્મ BYJU'S જે તમામ વય જૂથોને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડે છે, તે ભારતીય ક્રિકેટ ટીમને પણ સ્પોન્સર કરે છે અને જણાવ્યું હતું કે આ સોદો ફૂટબોલમાં પ્રથમ મોટું પગલું હતું. આ ભાગીદારી દ્વારા, BYJU'S FIFA વર્લ્ડ કપ 2022 માટે તેના અધિકારોનો લાભ લેશે.
ફિફાના ચીફ કોમર્શિયલ ઓફિસર કે મદતીએ જણાવ્યું હતું, "FIFA સકારાત્મક સામાજિક પરિવર્તન લાવવાના ધ્યેય તરફ ફૂટબોલની શક્તિનો ઉપયોગ કરવા માટે સમર્પિત છે. BYJU'S જેવી કંપની સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ થાય છે, જે વિશ્વમાં ગમે ત્યાં સમુદાયો અને યુવાનોને પણ જોડે છે." BYJU'Sના સ્થાપક અને સીઈઓ બાયજુ રવિન્દ્રને કહ્યું: "અમે ફિફા વર્લ્ડ કપ કતાર 2022, વિશ્વની સૌથી મોટી સિંગલ-સ્પોર્ટ ઇવેન્ટ, સ્પોન્સર કરવા માટે ઉત્સાહિત છીએ.
ફિફા વર્લ્ડ કપ 2022નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ માટે કતારના સ્ટેડિયમમાં તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે છે. આ ટૂર્નામેન્ટની આ 22મી આવૃત્તિ હશે. વર્લ્ડ કપ-2022 ગ્રુપ સ્ટેજની મેચો 12 દિવસ સુધી ચાલશે જેમાં દરરોજ ચાર મેચો રમાશે. ટૂર્નામેન્ટ 21 નવેમ્બરથી અલ બાયત સ્ટેડિયમમાં શરૂ થશે. ફાઈનલ 18 ડિસેમ્બરે લુસેલ સ્ટેડિયમમાં રમાશે.
ટૂર્નામેન્ટની મોટાભાગની મેચો કતારમાં રમાશે. યુરોપીયન સિઝનને વધુ અસર ન થાય તે માટે, ટૂર્નામેન્ટ 28 દિવસ ચાલશે, જે રશિયામાં અગાઉની ટુર્નામેન્ટમાં 32 દિવસની હતી. આ ટુર્નામેન્ટ માટે દોહાની આસપાસના આઠ સ્થળોનો ઉપયોગ કરવામાં આવશે. ટીમો અને પ્રશંસકોએ મેચ જોવા માટે પ્લેન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જરૂર રહેશે નહીં. ચાહકોની સુવિધા માટે, સ્ટેડિયમ 30 માઈલની ત્રિજ્યામાં બનાવવામાં આવ્યા છે.