શોધખોળ કરો

ધોનીને પડ્યા પર પાટૂ, હારની સાથે સાથે થયો 12 લાખ રૂપિયાનો દંડ, જાણો શું છે મામલો

આઇપીએલ ગર્વર્નિંગ કાઉન્સિલ મેચના સમયને લઇને કડક થઇ ગઇ. આઇપીએલની શરૂઆતથી પહેલાથી જ જાહેરાત કરી દીધી હતી કે જે પણ ટીમ નિર્ધારિત 90 મિનીટમાં 20 ઓવર બૉલિંગ નથી કરી શકતી, તેને દંડનો સામનો કરવો પડશે. 

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) સિઝન 14ની બીજી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC )વચ્ચે રમાઇ. મેચમાં દિલ્હી કેપિટલ્સને (Delhi Capitals) ધોનીની ટીમને 7 વિકેટે સજ્જડ હાર આપી. આ સાથે જ ધોનીને (Dhoni) ડબલ નુકશાન થયુ છે. ધોની સાથે મેચ બાદ પડ્યા પર પાટુ જેવો ખેલ થયો છે, કેમકે હાર તો મળી પરંતુ સાથે સાથે 12 લાખ રૂપિયાની મોટી રકમનો દંડ (12 Lakh rs Fined) પણ થયો છે. ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સ્લૉ ઓવર રેટના (Slow Over Rate) કારણે દંડાયો છે, રિપોર્ટ્સ પ્રમાણે ધોની પર 12 લાખ રૂપિયાની મોટી રકમનો દંડ થયો છે. 

આઇપીએલ ગર્વર્નિંગ કાઉન્સિલ મેચના સમયને લઇને કડક થઇ ગઇ. આઇપીએલની શરૂઆતથી પહેલાથી જ જાહેરાત કરી દીધી હતી કે જે પણ ટીમ નિર્ધારિત 90 મિનીટમાં 20 ઓવર બૉલિંગ નથી કરી શકતી, તેને દંડનો સામનો કરવો પડશે. 

ચેન્નાઇ સુપર કિંગ્સ પોતાની પહેલી મેચમાં જ નિર્ધારિત સમય દરમિયાન 20 ઓવર બૉલિંગ ના કરી શકી. સ્લૉ ઓવર રેટના કારણે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલુ જ નહીં જો ધોનીની ટીમ આ સિઝનમાં ફરીથી આ ભૂલ કરશે તો એમએસ ધોનીને એક મેચ માટે બહાર પણ બેસવુ પડી શકે છે. 

મેચ હાઇલાઇટ્સ....
પોતાની પહેલી (દિલ્હી કેપિટલ્સના) કેપ્ટન તરીકેની મેચ રમી રહેલા ઋષભ પંતે ટૉસ જીતીને ધોનીની ટીમ સીએસકેને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સીએસકેની ટીમે 20 ઓવર રમી 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી  દિલ્હી કેપિટલ્સે જબરદસ્ત શરૂઆત કરતા પૃથ્વી શૉ અને શિખર ધવને મજબૂત પાંયો નાંખ્યો અને અંતે દિલ્હી કેપિટલ્સની ટીમ 3 વિકેટના નુકશાને 18.4 ઓવરમાં 190 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ખાસ વાત છે કે, ઋષભ પંતે કેપ્ટન તરીકે પોતાની ગુરુ મહેન્દ્ર સિંહ ધોની સામે જ પોતાની કેપ્ટનશીપની પ્રથમ મેચ જીતીને જોરદાર શરૂઆત કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ

CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો

નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી

Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ

વિડિઓઝ

Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સુરક્ષા સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના નામે 'અનંત' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : કરોડોનો બગીચો કે ધૂમાડો
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 

8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 

Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget